GSTV
Home » News » કમાન્ડો ના હોત તો બચવું મુશ્કેલ હોવાના ખુલાસા બાદ જાણો શું છે અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા

કમાન્ડો ના હોત તો બચવું મુશ્કેલ હોવાના ખુલાસા બાદ જાણો શું છે અમિત શાહની સુરક્ષા વ્યવસ્થા

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનાં મતદાન પહેલા, બંગાળમાં ટીએમસી અને ભાજપમાં વ્યાપક યુદ્ધ શરૂ થયું છે. મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહનાં રોડ શોમાં હિંસા અંગેની મોટી માહિતી સામે આવી છે. જેમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહના રોડ શોમાં હિંસાનો ડર હતો. પરિણામે, ગૃહ મંત્રાલયે અમિત શાહના રક્ષણમાં 25 સીઆરપીએફ કમાન્ડો સ્થાપિત કર્યા હતા. જ્યારે રોડ શો દરમ્યાન હિંસા થઈ ત્યારે આ કમાન્ડોએ અમિત શાહને ત્યાંથી હટાવ્યા અને સુરક્ષિત સ્થાન પર લઈ ગયા હતા.

માહિતી અનુસાર બંગાળમાં સમગ્ર લોકસભાની ચૂંટણી દરમ્યાન હિંસા થયા પછી સુરક્ષા દળોનાં કમાન્ડોને રોડ શો દરમિયાન સુરક્ષા ઘેરો અત્યંત કડક રાખવા કહેવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે મંગળવારે (14 મી મે) અમિત શાહના રોડ શો દરમિયાન, કોલકાતામાં હિંસક હુલ્લડો થયા હતા.

ભાજપની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. આ સમય દરમિયાન લાકડીઓ-ડંડાઓ ખૂબ ચાલ્યા હતા. ઘણાં સ્થળોએ આગ લાગી હતી. આ બધું કલકત્તા યુનિવર્સિટી પાસે થયું હતું. હિંસા પછી કોલકાતામાં રાજકારણ ગરમાયું છે. ટીએમસી અને ભાજપ હિંસા માટે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. રાજ્યમાં બંને પક્ષો વચ્ચેની આરપારની લડાઈ સર્જાઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે રોડ શો દરમિયાન હિંસા શરૂ થઈ ત્યારે સીઆરપીએફના 25 કમાન્ડો અમિત શાહના સુરક્ષમાં હતા તેઓ એકશનમાં આવી ગયા હતા. તેમણે ભાજપના પ્રમુખને રોડ શોમાંથી નિકાળ્યા અને તેમને સલામત સ્થળે લઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) પાસેથી ઇનપુટના આધારે ગૃહ મંત્રાલયે અમિત શાહને ઝેડ-પ્લસ કેટેગરીના આધારે સુરક્ષા આપી હતી. તેમાં, સીઆરપીએફના અત્યંત પ્રશિક્ષિત કમાન્ડો સુરક્ષા પૂરી પાડે છે.

બુધવારે, હિંસાના એક દિવસ પછી, અમિત શાહે પોતે કહ્યું કે જો સીઆરપીએફ ત્યાં ન હોત, તો ત્યાંથી બચવા મારા માટે મુશ્કેલ હતું. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ટીએમસી પર ભારે શાબ્દીક હુમલા કર્યા અને તેમણે જણાવ્યું કે આ હિંસામાં ટીએમસીના ટેકેદારોનો હાથ છે. જો ટીએમસી તેની સત્તા બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જો ગઈકાલે સીઆરપીએફ ન હોત, તો ત્યાંથી બચવું મારા માટે મુશ્કેલ થયું હોત.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!