GSTV
Home » News » મોદી-શાહને હરાવવા માટે કાંઇ પણ કરીશું, ગઠબંધન મામલે આ નેતાનું મોટુ નિવેદન

મોદી-શાહને હરાવવા માટે કાંઇ પણ કરીશું, ગઠબંધન મામલે આ નેતાનું મોટુ નિવેદન

kejriwal on evm

 દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે આપનાં ગઠબંધન મામલે ફરી એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કાંઇ પણ કરીશું. EVMને લઇને ફરી કેજરીવાલે નિશાન સાધ્યું છે. દિલ્હી સીએમનું કહેવું છે કે,ઇવીએમ મશીનમાં કોઇ વાંધો નથી,પરંતુ  ભાજપા તેમની સાથે ચેડા કરે છે.

delhi aap congress

મહત્વનું છે કે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ ગંઠબંધનને લઇને હજુ સુધી કોઇ નિર્ણય પર પહોંચી શકી નથી. ગઠબંધન મામલે બન્ને પક્ષો વચ્ચે અનેક વખત ચર્ચા-રજુઆતો અને વિચાર-વિમર્શ થયા છે. તેમ છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

કોંગ્રેસ તરફથી ગઠબંધન મામલે નકારમાં જવાબ આપ્યા બાદ ગત શનિવારે આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ફરી એક વખત કોંગ્રેસ સામે પ્રસ્તાવ મુક્યો છે. ગત શનિવારે સિસોદીયા એ જણાંવ્યું હતું કે,હજુ પણ સમય છે કે દિલ્હીની સાથે હરિયાણા અને ચંડીગઢમાં સાથે મળીને ભાજપને 18 બેઠકો પર હરાવી શકાય છે. હવે કોંગ્રેસે નક્કી કરવાનું છે કે આ સમયમાં મોદી-શાહની જોડીને હરાવવાની કે પછી વધારે બેઠકો પર ચૂંટણી લડીને રેકોર્ડ બનાવવાની પ્રાથમિકતા છે.

sheila Dikshit

ઉલ્લેખનિય છે કે ત્યારે કોંગ્રેસે માત્ર દિલ્હીમાં ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો હતો.ત્યારે આપ સાંસદ સંજય સિંહે કોંગ્રેસ સાથેનાં ગઠબંધનનાં તમામ દરવાજા બંધ હોવાનું એલાન કર્યુ હતું.જો કે આજે અરવિંદ કેજરીવાલે મોદી-શાહને હરાવવાનું કહને ફરીથી કોંગ્રેસ-આપ ગઠબંધન મામલે આડકતરો સંકેત  આપ્યો છે.

READ ALSO 

Related posts

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi