GSTV
Gujarat Government Advertisement

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Last Updated on May 24, 2019 by Bansari

ફિલ્મો અને રાજકારણનો નાતો જૂનો છે. ભારતીય રાજકારણના પડદા પર દક્ષિણના સ્ટાર્સ ખૂબ હિટ છે તો ઉત્તરના સાવ ઓછા. દક્ષિણમાં તો અભિનેતા-અભિનેત્રી સાંસદથી માંડીને મુખ્યમંત્રી પણ બન્યા. ત્યાં સુધી કે દેશના વડાપ્રધાન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. વાજપેયીની સરકાર ઊથલાવનારાં જયલલિતા જ હતાં. 

આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ ફિલ્મી સ્ટાર્સનો સારો એવો દબદબો છે. આ વખતે જયાપ્રદા ભાજપ તો ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયાં છે.

NOSEATCANDIDATEVOTECANDIDATEVOTEMARGIN
1Gurdaspur
Sunny Deol (BJP)558719Sunil jakhar (congress)47626082459
2Mumbai NorthUrmila Matodkar (Congress)241431Gopal Chinayya Shetty (BJP)
706678465247
3BusirhutNusrat Jahan (TMC)782078Sayantan Basu (BJP)
431709350369
4JadavpurMimi Chakraborty (TMC)688472Anupam Hajara (BJP)393233295239
5MaharajganjSupriya Shrinate (Congress)72516Pankaj choudhri (BJP)726349653833
6Banglore CentralPrakash Raj (IND)28906P.C.mohan(BJP)602853573947
7AsansolBabul Supriyo (BJP)633378 Moon Moon Sen (TMC)
435741197637
8Patana SahibShatrughan Sinha (Congress)322849Ravisankar Prashad(BJP)607506284657
9MathuraHema Malini (BJP)671293Kunwar Narendra Singh (RLD)377822293471
10RampurJaya Prada (BJP)449180Mohammad Azam Khan (SP)559177 109997
11GorakhpurRavi Kishan (BJP)717122Rambhual Nishad (SP)
415458301664
12AzamgarghDinesh lal Yadav (SP)361704Akhilesh Yadav (SP)621578259874
13Nort East DelhiManoj Tiwari (BJP)787799Sheila Dikshit (INC)
421697366102
14Fathepur secriyRaj Babbar (Congress)172082Rajkumar chahar (BJP)667147495065
15North West DelhiHans Raj Hans(BJP)848663Gugan singh
294766553897
16JamuiChirag Paswan(LJP)529134Bhudev Chaudhary (congress)288085 241049
17MandyaNikhil Gowda(JDU)577784Sumalatha (IND)
703660125876
18LucknowPoonam Sinha (SP)285724Raj Nath sinh (BJP)633026347302
19AmethiSmriti Irani (BJP)468514Rahul Gandhi (congress)41339455120

સની દેઓલ (sunny deol)

પંજાબની ગુરુદાસપુર (Gurdaspur) બેઠક પરથી આવખી અભિનેતા સની દેઓલ ચૂંટણી લડી રહ્યાં છે. આ પહેલા એક્ટર અક્ષય કુમારનું નામ બીજેપીમાં સામેલ થવા અને ગુરુદાસપુર બેઠક પર ચૂંટણી લડવાને લઇને ચર્ચાયુ હતુ. જોકે, બાદમાં અક્ષય કુમારે રાજનીતિમાં એન્ટ્રીને નકારી કાઢી હતી. 

વિનોદ ખન્ના સિવાય નથી જીતી શક્યું કોઈ ભાજપાઈ ગુરુદાસપુર બેઠક

ભાજપની સ્થાપના 1980માં થઈ હતી. પરંતુ આજદીન સુધી ભાજપ ગુરુદાસપુરમાં કોઈ દમદાર ઉમેદવાર શોધી નથી શકી. જો કે વિનોદ ખન્ના તેમાંથી બાકાત છે. વર્ષ 1985ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બળદેવ પ્રકાશ બીજા સ્થાન પર રહ્યા હતા. પરંતુ ત્યારબાદની ચૂંટણીમાં ભાજપના કોઈ ઉમેદવાર સારુ પ્રદર્શન કરી શક્યા નથી.

વર્ષ 1998માં પ્રથમ વખત વિનોદ ખન્નાએ ગુરુદાસપુરમાં પોતાનો પગ રાખ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખબંસ કૌર ભિંડરને હરાવ્યા હતા. ભિંડર ગુરુદાસપુરથી સતત 5 વખત જીતી ચૂક્યા હતા. પરંતુ વિનોદ ખન્ના પ્રથમ વખત અહીં કમળ ખિલવવામાં સફળ રહ્યા હતા. 

વિનોદ ખન્ના 1998, 1999 અને 2004માં ગુરુદાસપુરથી જીત્યા હતા. જો કે 2009માં વિનોદ ખન્નાની કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવા સામે હાર થઈ હતી. પરંતુ ફરી 2014માં તેમણે જીત મેળવી લીધી હતી. પરંતુ વિનોદ ખન્ના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. ભાજપના ઉમેદવાર સવર્ણસિંહ સલારિયા કોંગ્રેસના સુનીલ જાખડ સામે હારી ગયા હતા.

ગુરુદાસપુર પાકિસ્તાન નજીક આવેલું છે. તો સની દેઓલની દેશભક્તિની ફિલ્મો ઘણી લોકપ્રિય હોય છે. જેમાં ગદર એક પ્રેમકથા તેને કેમ ભૂલી શકાય. આ ફિલ્મ થકી સનીને એક નવી ઓળખ મળી હતી. સની દેઓલની દેશભક્તિની ફિલ્મો એવી હોય છે કે તેને પાકિસ્તાનમાં બેન કરી દેવાય છે. ફિલ્મો થકી મોટી નામના મેળવનારા સની દેઓલ ભાજપ માટે કેટલા બળિયા સાબિત થાય છે તે જોવું રહ્યું.

ઉર્મિલા માતોડકર (Urmila Matondkar)

urmila matondkar


બ્લેકમેલની બેવફા બ્યૂટી- ઉર્મિલા માતોડકર કોંગ્રેસની ટિકિટ પરથી મુંબઇ નોર્થ (Mumbai North) બેઠક પરથી ચૂંટણી લડી રહીં છે. ઉર્મિલા આ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટીને ટક્કર આપશે. શેટ્ટી આ બેઠક પરથી હાલના સાંસદ પણ છે અને આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પર ગુજરાતી-મરાઠી વોટોના સમીકરણ લગભગ સમાન છે. બન્ને મિત્રો મળીને કુલ 60 ટકા હશે. 40 ટકાનો મોટો ભાગ ઉત્તર ભારત અને મુસ્લિમ મતો છે. અહીના ગુજરાતી મત ભાજપને મળે છે, માટે કોંગ્રેસે ઉર્મિલા માતોડકર તરીકે મરાઠી ઉમેદવાર આપ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સાંસદ રહી ચૂક્યા છે.

નુસરત જહાં (Nusrat Jahan)

તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશની સીમા પાસે આવેલા બશીરહાટ (Basirhut) સીટ પરથી ટોલીવૂડનાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી નુસરત જહાંને મેદાનમાં ઉતારી છે. પાર્ક સ્ટ્રીટ રેપ કેસમાં વિવાદોમાં રહેનારી બંગાળી ફિલ્મ સ્ટાર નુસરત જહાં દ્વારા તૃણમૂલ યુવાઓ અને અલ્પસંખ્યકોને પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી રહ્યું છે.

મિમી ચક્રવર્તી (Mimi Chakraborty)


બાંગ્લા સિનેમા અને ટેલિવિઝનની પ્રસિદ્ધ એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પશ્ચિમ બંગાળના જાધવપુરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેનો જન્મ જલપાઈગુડીમાં થયો હતો. તેણે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી.

સુપ્રિયા શ્રીનેત (supriya shrinate)


ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા સીટ પરથી કોંગ્રેસની જાણીતી ટીવી પત્રકાર સુપ્રિયા શ્રીનેતને ઉમેદવાર બનાવવામાં આવી છે. સુપ્રિયા શ્રીનેત વિવિધ ચેનલોમાં 10 વર્ષ કરતા વધુ સમય સુધી કામ કરી ચુકી છે. સુપ્રિયા મહારાજગંજના કદ્દાવર નેતા તેમજ પૂર્વ સાંસદ હર્ષવર્ધનની દીકરી છે.

પ્રકાશ રાજ (Prakash Raj)


સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખુબ પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ બેંગ્લુરુ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે.

પશ્ચિમ બંગાળની આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’

બાબુલ સુપ્રિયો (Babul Supriyo)

ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બાબૂલ સુપ્રિયોની બેઠક આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે.  આ બેઠક પર અભિનેત્રી મુનમુન સેનન ટીએમસીની ટિકિ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઉમેદવાર 

મુનમુન સેન (Moon Moon Sen)

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લેજેન્ડ્રી અભિનેત્રી સુચિત્રા સેનની દિકરી અને અભિનેત્રી મુન મુન સેન ટીએમસીની ટિકિટ પરથી આંસોલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે બીજેપીની ટિકિટ પરથી બાબુલ સુપ્રિયો ચૂંટણી લડી રહ્યાં છે. બીજેપીએ આ વખતે સુપ્રિયોને ફરી રીપિટ કર્યાં છે.

શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)


શત્રુઘ્ન સિન્હા અને ભાજપના સાથનો 30 વર્ષ પછી ભાજપના 39માં સ્થાપના દિવસે જ કોંગ્રેસમાં સામેલ થયા. બિહારમાં અતિ પ્રતિષ્ઠિત પટના સાહિબ લોકસભા સીટ ન માત્ર બિહાર માટે પરંતુ આખા દેશની ઉત્સુકતાનું કેન્દ્ર બની રહી છે. જેનું ખાસ કારણ તેના ઉમેવાર છે.

બંને કદાવર નેતા કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા અને ભાજપના રવિશંકર પ્રસાદ એક જ જાતિના છે. પરંતુ સ્થાનિય મતદારોનો એક મોટો વર્ગ તેને એક એવી ચૂંટણી રૂપે જોઇ રહ્યા છે. જેમાં રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદનો પ્રભાવ અને મોદી ફેક્ટરની શાખ દાવ પર લાગી છે. 

શત્રુઘ્ન સિન્હા એ પાંચ વર્ષ દરમિયાન મોદી સરકારની નીતિ સામે વિરોધ હોઇ સંસદમાં એક પણ વખત પ્રશ્ન પુછ્યો નહતો કે ડિબેટમાં ભાગ લીધો નહતો. પરંતુ તેમને સાંસદ ગ્રાંટનો મતવિસ્તારના વિકાસ માટે ઉપયોગ કર્યો હતો. જોકે, સંસદમાં તેમની હાજરી 67 ટકા રહેલી.

હેમા માલિની (Hema Malini)


બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિની મથુરા બેઠક પરથી ચૂંઠણી લડી રહ્યા છે. જોકે, હેમા માલિ આ વખતે ફોર્મ ભરતી વખતે જાહેરાત કરી હતી કે આગામી વર્ષે કોઈ પ્રકારની ચૂંટણી નહીં લડે, રાજકારણમાં નવા યુવાનોને તક આપશે. આ ઉપરાંત પાર્ટી સંગઠનના કાર્યો કરીને પક્ષમાં રહેશે.

વર્ષ 2014માં યોજાયેલી 16મી લોકસભાની ચૂંટણીમાં હેમા માલિનીએ સાંસદ જયંત ચૌધરીને 3,30,000 થી વધારે મતથી પરાજય આપીને બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આ વખતે મહેશ પાઠકને મેદાને ઊતારવામાં આવ્યા છે. સાથોસાથ એસપી-બીએસપી ગઠબંધન સમર્થિત રાષ્ટ્રીય લોકદળના પૂર્વ બ્લોક પ્રમુખ નરેન્દ્ર સિંહને પણ મેદાને ઊતારવામાં આવ્યા છે.

હેમા માલિનીને ભાજપે બીજી વખત ટિકિટ આપીને નો-રિપિટ થિયરી બ્રેક કરી છે. જોકે, આ પાછળનો હેતું કોંગ્રેસને આંચકો આપવાનો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે હેમા માલિનીની સામે સપના ચૌધરીને ઊતારવા માટેની યોજના બનાવી હતી. પરંતુ, આ અટકળ વચ્ચે સપનાએ પોતાની સ્પષ્ટતા કરી દીધી હતી.

જયા પ્રદા (Jaya Prada)


ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા ભારતીય આ વખતે બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ વખતે ઉત્તર પ્રદેશની રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન છે. એટલે કે જો હવે બીજેપી તેને અહીંથી ટિકિટ આપશે તો અહીં આઝમ ખાન અને જયા પ્રદા વચ્ચે સીધી ટક્કર થશે. સમાજવાદી પાર્ટીના આઝમ ખાને જે તે સમયે જયા પ્રદાને રામપુર બેઠક પરથી ચૂંટણી જીતાડવામાં ખૂબ મદદ કરી હતી.

જયા પ્રદા બોલિવૂડના એક સમયની લોકપ્રિય અભિનેત્રી હતી. જયાનું સાચું નામ લલિતા રાની છે. જયાએ ફિલ્મી કારકિર્દી દરમિયાન ‘શરાબી’, ‘સરગમ’, ‘સંજોગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જયાનો જન્મ ત્રીજી એપ્રિલ 1962ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. જયાએ પોતાની ફિલ્મની કારકિર્દી એક તેલુગૂ ફિલ્મથી કરી હતી.

જયા પ્રદાએ 1994માં તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ટીડીપીના સ્થાપક એન.ટી. રામા રાવના આગ્રહને માન આપીને જયા પાર્ટીમાં આવી હતી.  એન. ચંદ્રબાબૂ સાથે મતભેદ થયા બાદ જયા પ્રદા ટીડીપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી. 2004માં જયાએ રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 85,000 મતથી જીત મેળવી હતી. 2009માં જયા પ્રદા ફરીથી સપાની ટિકિટ પર જ 35 હજાર વોટથી વિજેતા બની હતી. બીજી ફેબ્રુઆરી, 2010ના રોજ સમાજવાદી પાર્ટીએ અમરસિંઘ સાથે મળીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ સાથે જયા પ્રદાને પક્ષમાંથી કાઢી મૂકી હતી. જે બાદમાં અમરસિંઘે 2011ના વર્ષમાં નવી રાજકીય પાર્ટી “રાષ્ટ્રીય લોક મંચ” બનાવી હતી. જયા પ્રદા અમરસિંઘની આ પાર્ટીમાં જોડાઈ હતી.

રવિ કિશન (Ravi Kishan)


ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહનગર ગોરખપુરમાં ભાજપે ફિલ્મ સ્ટાર રવિ કિશનને ચૂંટણી મેદાનમાં છે.

દિનેશ લાલ યાદવ (dinesh lal yadav)


યુપીની આઝમગઢ બેઠક પર બીજેપીએ ભોજપુરી સુપર સ્ટાર દિનેશ લાલ યાદવને મેદાને ઉતાર્યો છે. દિનેશ યાદવની સામે મેદાનમાં યુપીન સીએમ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે.

મનોજ તિવારી (manoj tiwari)


અભિનેતામાંથી નેતા બનેલા મનોજ તિવારી આ વખતે કોંગ્રેસના કદાવર નેતા શિલા દિક્ષીત સામે નોર્થ-દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

રાજ બબ્બર (raj babbar)


કોંગ્રેસ હાઈ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરની સીટ બદલી નાખી છે. રાજ બબ્બર યુપીના ગાઝીયાબાદ બેઠક પરથી ભાજપના વી.કે.સિંહ સામે ચૂંટણી લડ્યાં હતા. કોંગ્રેસ પાર્ટીએ રાજ બબ્બરને ફતેહપુર સિક્રી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે રાજકુમાર ચહરને ઉભા રાખ્યાં છે.

હંસરાજ હંસ (Hans Raj Hans)


હંસરાજ હંસ 2016થી બીજેપીમાં છે અને પાર્ટીએ તેમને ઉદિત રાજની ટિકીટ કાપીને નોર્થ વેસ્ટથી દિલ્હીથી ટિકીટ આપી છે.

ચિરાગ પાસવાન (chirag paswan)

Chirag Paswan


લોક જનશક્તિ પાર્ટીની બીજી પેઢીની  ચિરાગ પાસવાન જમુઈ સીટથી મેદાનમાં છે. રાજનીતિમાં તેમની ઓળખ રામવિલાસ પાસવાનના ‘ચિરાગ’ની રૂપે છે. જો કે ચિરાગે પિતાના રસ્તે ચાલતાં પહેલા એક્ટિંગમાં ડેબ્યું કર્યું હતું. પણ તે ફ્લોપ સાબિત થયો હતો. ફ્લોપ એવો કે એક જ ફિલ્મની નિષ્ફળતાથી નારાજ થઈને તેણે બોલિવુડને બાય બાય કરી નાખ્યું. રામવિલાસ પાસવાનની બીજી પત્ની રીના પાસવાનના દિકરા ચિરાગ પાસવાનનો જન્મ 21 ઓક્ટોબર 1982માં બિહારના ખગડિયામાં થયો હતો.

નિખિલ ગૌડા (Nikhil Gowda) 


નિખિલ ગૌડા માંડ્યાથી ઉમેદવાર છે. કર્નાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી અને અનીતા કુમાર સ્વામીનાં પુત્ર નિખિલ ગૌડા કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેતા છે. નિખિલ ગૌડા પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર છે. આ વખતે એચ.ડી. દેવેગૌડા કર્ણાટકની તુમકુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પૂનમ સિન્હા (Poonam Sinha)


શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા લખનઉથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીએ પણ તેમને ટેકો આપ્યો છે. તેમની સામે બીજેપીના કદાવર નેતા અને ગૃહમંત્રી રાજનાથસિંહ મેદાનમાં છે.

સ્મૃતિ ઈરાની (smriti irani)


અભિનેત્રીમાંથી નેતા બનેલી સ્મૃતિ ઈરાની કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહીં છે. વર્ષ 2014માં પણ તેઓ આ બેઠક પરથી બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ 1 લાખ વોટથી ચૂંટણી હારી ગયા હતા. બીજેપી ફરી તેમને ટિકિટ આપી રીપિટ કર્યાં છે.

ઇનોસન્ટ (Innocent)

સાંસદ અને મલયાલમ મુવી આર્ટિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ ઇનોસેન્ટ વરીદ થેકેથલા (DescriptionInnocent Vareed Thekkethala) કેરેળના ચાલાકુડી (Chalakudy Lok Sabha) બેઠક પરથી સીપીઆઇ (એમ) ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!