GSTV
Home » News » વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

વિપક્ષને ચૂંટણી આયોગે મોટો ઝટકો આપ્યો છે. આયોગે 22 વિપક્ષી દળોની વીવીપેટને ઇવીએમ સાથે મેળવવાની માંગને ફગાવી દીધી છે. મંગળવારે વિપક્ષી નેતાઓએ ચૂંટણી આયોગને મેમોરેન્ડમ સોંપતા અપીલ કરી હતી કે પાંચ પોલીંગ બૂથની વીવીપેટ સ્લીપને મતગણતરી પહેલાં ઇવીએમ સાથે મેળવવામાં આવે, અંતિમ રાઉન્ડની ગણતરી બાદ નહી. તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો વીવીપેટ અને ઇવીએમની ગણતરી ખોટી નીકળે તો તે વિધાનસભા ક્ષેત્રની તમામ વીવીપેટ સ્લીપને ઇવીએમ સાથે મેળવવામાં આવે.

પરંતુ આયોગે તે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની આ અપીલ પર હવે વિચાર કરવો શક્ય નથી. પ્રક્રિયામાં કોઇ બદલાવ નહી કરવામાં આવે. વીવીપેટ અને ઇવીએમને અંતે જ મેળવવામાં આવશે.

ચૂંટણી પંચના નિર્ણય બાદ ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કરી કહ્યું છે કે દેશમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા વીવીપેટને લઈને આપવામાં આવેલા નિર્ણય પર ડાબેરી નેતા સીતારામ યેચુરીએ સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ કહ્યું કે ECનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂદ્ધ છે. જો ચૂંટણી પ્રક્રિયાની અખંડતા માટે આ પ્રક્રિયાને આટલી લાંબી ખેંચવામા આવી છે તો ચૂંટણી પંચે પહેલાં નમૂનાના પરીક્ષણના મૂળ સિદ્ધાંતનું પાલન કેમ નથી કરતા?
તેઓએ લખ્યું કે વીવીપેટની સ્લીપ મેળવવાનું કામ પણ સવારે મતની ગણતરીની સાથે જ શરૂ થવું જોઈએ. જો એવું ન થયું તો લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે.

જણાવી દઇએ કે 21મેના રોજ દિલ્હીના કોન્સ્ટીટ્યશન ક્લબમાં આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્ર બાબુ નાયડુની આગેવાનીમાં વિપક્ષી દળોની બેઠક થઇ. આ બેઠકમાં કોંગ્રેસ, સીપીએમ, રાજદ, સપા, બસપા, રાલોદ, આપ, ટીએમસી, એનસીપી જેવા કુલ 22 દળો સામેલ થયા હતાં જેમણે આ મુદ્દે મંથન કર્યુ હતું.

Read Also

Related posts

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

દિલ્હીના હવામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ઝેર, હરિયાણાની પરાલી છે જવાબદાર

Arohi

70 દિવસ બાદ જમ્મુ-કાશ્મીરમાં આજથી શરૂ થશે મોબાઈલ સેવા, 40 લાખ ફોન પર વાગશે ઘંટડી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!