GSTV
Home » News » ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

લોકસભા ચૂંટણી 2019નું આજે પરિણામ આવશે. પરંતુ પરિણામ પહેલાં અનેક લોકસભા ઉમદેવાર ભગવાનની શરણમાં પહોંચી ગયાં છે. ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સૂર્ય નમસ્કારથી દિવસની શરૂઆત કરી.

કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ ભગવાનની પૂજા કરતાં જોવા મળ્યાં. આ અવસરે તેમણે ટ્વિટ કર્યુ હતું કે શું 5 વર્ષના કુશાસન અને ધર્માંધતાથી આજે દેશને બહાર કાઢતું પરિણામ આવશે?

કેરળના તિરુવનંતપુરમથી બીજેપી કેન્ડીડેટ કુમ્મનમ રાજશેખરને અય્યાગુરુ આશ્રમ પહોંચીને પૂજા કરી.

રાજશેખરન કોંગ્રેસ કેંડીડેટ શશિ થરૂર અને એલડીએફના સી દિવાકરન વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે.

ત્યાં ભાજપના ભાજપ ઉમેદવાર માધ્વી મૌન વ્રત પર હતાં. ગોડસેને લઇને વિવાદિત નિવેદન આપવા પર પીએમ નરેન્દ્ર મોદીએ સાધ્વીની આલોચના પણ કરી હતી. ગુરુવારે સાધ્વીએ સૂર્ય નમસ્કાર સાથે દિવસની શરૂઆત કરી હતી.

જણાવી દઇએ કે લોકસભાની 543માંથી 542 બેઠકો પર ચૂંટણી માટે સાત ચરણમાં મતદાન થયું. આજે 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

દિલ્હીમાં પણ ભાજપ અને કોંગ્રેસની ઓફિસની બહાર હવન કરવામાં આવ્યો. આ તસવીર બીજેપી હેડક્વાર્ટરની બહાર થઇ રહેલા હવનની છે.

Read Also

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર, EDએ દાખલ કરી આ અરજી

Path Shah

એક દેશ-એક ચૂંટણી: બંધારણીય સંસ્થાઓ શું કહે છે? જાણો રસપ્રદ અહેવાલ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!