GSTV
Home » News » અમેઠી બાદ વાયનાડમાં રાહુલ ગાંધી સામે સંકટના વાદળો, ઉમેદવારી પત્રક રદ્દ કરવા માગ

અમેઠી બાદ વાયનાડમાં રાહુલ ગાંધી સામે સંકટના વાદળો, ઉમેદવારી પત્રક રદ્દ કરવા માગ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને થઈ રહેલા વિવાદ બંધ થવાનું નામ લેતો જ નથી. પહેલા અમેઠીમાં ઉમેદવારી અને નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. હવે વાયનાડમાં NDAના ઉમેદવારે રાહુલની ઉમેદવારીની સામે કેરળનાં મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધી અમેઠી સાથે કેરળનાં વાયનાડથી પણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કેરળની વાયનાડ લોકસભા બેઠકનાં NDAના ઉમેદવાર ટી વેલ્લપલ્લીએ તેમના વકીલો દ્રારા રાહુલ ગાંધીની ઉમેદવારી પર સવાલો ઉઠાવ્યા અને પુન:મૂલ્યાંકન કરવાની માગ કરી છે. વેલ્લપલ્લીએ ચૂંટણી અધિકારીઓને પત્રમાં લખ્યું કે, રાહુલ ગાંધી પાસે બીજા દેશનો પાસપોર્ટ છે, જેનો ઉલ્લેખ તેમણે સોગદનામામાં કર્યો નથી.વેલ્લપલ્લીએ કહ્યં કે હુ વિનંતી કરુ છું કે વાયનાડ લોકસભાથી રાહુલ ગાંધીનાં સોગંદનામાની તપાસ કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે.

rahul gandhi

અમેઠીમાં રાહુલ ગાંધીની ઉમેદવારી અંગે 22 એપ્રિલે ફેંસલો

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની માન્યતા સોમવારે સવારનાં 10:30 વાગ્યે કલેકટર કચેરી સ્થિત નોંધણી ખંડમાં સુનાવણી થશે. સુનાવણી પૂર્ણ થયા પછી, આરઓ આ અંગે તેના ચુકાદા આપશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 10 એપ્રિલે ચાર સેટમાં તેમના નોમિનેશન પેપર દાખલ કર્યા હતા.

READ ALSO

Related posts

નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમ શોધવામાં નિષ્ફળ : સંપર્કની આશા અત્યંત ધૂંધળી

Mayur

હેલિકોપ્ટર કૌભાંડ: અદાલતે રાતુલ પુરીને 1 ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

Riyaz Parmar

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!