ચૂંટણી પહેલાં ભારતમાં કોમી રમખાણો ફાટે તેવી શક્યતા : USએ કર્યો દાવો

ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા થોડા જ મહિના બચ્યા છે અને આ ચૂંટણી પર દુનિયાની નજર છે ત્યારે અમેરિકાના સેનેટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો ભાજપ ચૂંટણી પહેલા હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દાને હવા આપશે તો ભારતમાં કોમી રમખાણો ફાટી નિકળવાની શક્યતા છે.

સીઆઈએ પણ મદદ કરતી હોય છે

આ રિપોર્ટ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર ડેન કોટ્સે તૈયાર કર્યો છે. જેને સેનેટની સિલેક્ટ કમિટી સમક્ષ મુકવામાં આવ્યો છે. અમેરિકામાં દર વર્ષે વિવિધ દેશોમાં બનતી ઘટનાઓનું મુલ્યાંકન કરીને તેના આધારે ઈન્ટેલિજન્સ એન્જસીઓ રિપોર્ટ તૈયાર કરે છે. જેમાં સીઆઈએ પણ મદદ કરતી હોય છે.

ભારત અને પાકિસ્તાનના સબંધો પણ ચૂંટણી પહેલા વણસશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તનાવ વધ્યો હતો અને કેટલાક હિન્દુવાદી નેતાઓએ હિંસાનો સહારો લીધો હતો. આ પ્રકારની હિંસા  ભારતમાં મુસ્લિમ આતંકવાદી સંગઠનોને હુમલા કરવા માટે ઉશ્કેરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાનના સબંધો પણ ચૂંટણી પહેલા વણસી શકે છે. યુએસ ઈન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ ભાજપ કટ્ટરપંથીનું વણલ અપનાવશે તો ચૂંટણી પહેલા કોમી હિંસા થવાની આશંકા છે.

પીએમ મોદી અને ભાજપ હિંદુ રાષ્ટ્રવાદનો મુદો ઉઠાવશે તો….

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદી અને ભાજપ હિંદુ રાષ્ટ્રવાદનો મુદો ઉઠાવશે તો લોકસભાની ચૂંટણી પહેલા ભારતમાં કોમી હિંસા થશે. પીએમ મોદીના કાર્યકાળ પહેલા ભાજપ શાસિત રાજ્યોમાં કોમી હિંસા  થઈ હતી. કેટલાક હિંદુવાદી નેતાઓએ આ હિંસાને હિંદુરાષ્ટ્રવાદનો સંકેત ગણાવી પોતાના સમર્થકોને ઉશકેર્યા હતા. મહત્વપૂર્ણ છે કે.  યુએસ ઈન્ટેલિજન્સનો આ રિપોર્ટ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સે તૈયાર કર્યો છે. અમેરિકામાં દર વર્ષે આ પ્રકારનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.  જેમા દુનિયાભરના દેશોમાં ચાલી રહેલ ગતિવિધિનું મુલ્યાન કરવામા આવે છે. આ રિપોર્ટને તૈયાર કરવા અમેરિકાની ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લેવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter