GSTV

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ મધ્યપ્રદેશમાં બદલાયા ટોપના અધિકારીઓ

Last Updated on May 28, 2019 by Karan

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા આદર્શ આચારસંહિતા ખતમ થઇ ગઇ એ સાથે જ મધ્યપ્રદેશમાં વહીવટી બદલીઓ શરૂ થઇ ગઇ છે.રાજય સરકારે જે અધિકારીઓને ચૂંટણી પંચે હટાવ્યા હતા તેને ફરી નિમણૂંક આપી છે.  રાજય વહીવટ તરફથી સોમવારે જાહેર કરાયેલા એક આદેશ મુજબ ગ્વાલિયર વિભાગના આયુકત બી.એમ.શર્માને છીંદવાડાના જિલ્લા અધિકારી બનાવાયા છે. છોટેસિંહને ભીંડ, લલિત દાહીયાને શહડોલ અને ભરત યાદવને જબલપુરના જિલ્લા અધિકારી બનાવાયા છે.

સચિવ પદે પણ થયા ફેરફાર-

રાજય સરકાર દૃવારા કરાયેલા ફેરફારમાં જે.એન.કંસોટીયાને સામાજીક ન્યાય અને  અશકત જન કલ્યાણના મુખ્ય સચિવ બનાવાયા છે. એ જ રીતે ઉદ્યોગ નીતિ અને રોકાણ પ્રોત્સાહન અને નર્મદા ઘાટી વિકાસ સત્તામંડળના મુખ્ય સચિવ ડો.રાજેશ રાજૌરા, કૃષિ અને સહકારીતાના મુખ્ય સચિવ અજીત કેસરી, મધ્યપ્રદેશ વહીવટના મુખ્ય સચિવ અશોક શાહ, મહિલા બાલ વિકાસ વિભાગના મુખ્ય સચિવ અનુપમ રાજન અને મલય શ્રીવાસ્તવને પૂર્વેની જવાબદારીઓ સાથે સંસદીય કાર્યનો વધારાનો કાર્યભાર સોંપાયો છે.

શિવશેખર શુકલા, રેણુ તિવારી કાર્યમુકત –

આ ઉપરાંત મુખ્ય સચિવ શિવશેખર શુકલાને જલ સંસાધન અને રેણુ તિવારીને સંસ્કૃતિ સચિવનો વધારાના હવાલામાંથી મુકત કરાયા છે. હરિસિંહ મીણને મંત્રાલયના ઉપ સચિવ, શોભીત જૈનને મંત્રાલય સચિવ અને એમ.કે.અગ્રવાલને સહકારી સંસ્થાઓના સહાયક નોંધણી અધિકારી તરીકે નિયુકત કરાયા છે.

Related posts

રાજકારણ/ રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય કે છત્તીસગઢમાં : 9 વર્ષની માસૂમ સાથે અત્યાચાર

Damini Patel

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!