GSTV
Home » News » ભાજપના નેતાને મંચ પર બોલવા ન દેતા પોક મુકીને રડવા માંડ્યા

ભાજપના નેતાને મંચ પર બોલવા ન દેતા પોક મુકીને રડવા માંડ્યા

BJP MLA Ram Ratan

હરિયાણાના પલવલની એક સભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સામે બીજેપીના પૂર્વ ધારાસભ્ય રામ રમત ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા. ઘટના કંઈક એવી હતી કે રામ રતનને સ્ટેજ પર બોલવા નહોતા દેવામાં આવ્યા. જેના કારણે નારાજ દલિત નેતાએ મંચ પર જ રડવાની શરૂઆત કરી દીધી હતી. રમ રતનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને ચૂંટણીમાં એક નવો વિષય સામે આવ્યો છે. રડવાના વિષય પર જ થોડા દિવસ પહેલા ભાજપના મહિલા સાંસદ નમ્રતાની સભામાં ભીડ ન ઉમટતા તેઓ સ્ટેજ પર રડતા નજર આવ્યા હતા. અને હવે રામ રતનને બોલવા ન દેવાતા તેઓ પણ સ્ટેજ પર રડતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે પલવલમાં આ સભા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આયોજીત કરવામાં આવી હતી. આ સભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. સૌથી મોટી વાત એ છે કે સભા રામ રતનના મત વિસ્તારમાં જ આયોજીત કરવામાં આવી હતી. જ્યારે સીએમ મનોહર લાલ ખટ્ટર ભાષણ આપી રહ્યા હતા ત્યારે રામ રતન રડી રહ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય રામ રતને હોડલથી ગત્ત વિધાનસભામાં ચૂંટણી લડી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે રડી રહ્યા છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, મને બોલવા ન દીધો. વીડિયોમાં કેટલાક લોકો તેમને ચૂપ કરતા પણ જોવા મળી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે, રામ રતનને સમય ઓછો હોવાના કારણે બોલવા દેવામાં નહોતા આવ્યા.

READ ALSO

Related posts

Food Court: બીટ સ્વાદમાં ફીકુ લાગે છે, તો બ્રેડ સાથે કોમ્બીનેશન કરી બનાવો ઈટાલીયન વાનગી ‘બીટ રૂટ લજાનીયા’

Ankita Trada

ભાજપની જ પાંખે રૂપાણી સરકાર સામે માંડ્યો મોરચો, દાદાગીરીથી કોલેજ કરાવી બંધ

Mayur

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી, પાટીદારને બદલે OBC નેતાને સોંપાશે પદભાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!