GSTV
Home » News » નસીબ સારું છે કે હું શાંત બેઠી છું, નહીં તો એક સેકંડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસનો કબજો કરી શકવાની છે તાકાત

નસીબ સારું છે કે હું શાંત બેઠી છું, નહીં તો એક સેકંડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસનો કબજો કરી શકવાની છે તાકાત

Mamata Banerjee resign

કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શૉમાં થયેલી હિંસાથી રાજકીય વિવાદ વકર્યો છે. ભાજપ અને ટીએમસી આમને સામને આવી ગયા છે. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપ સામે કડક વલણ અખત્યાર કર્યું.. મમતાએ ભાજપને ચેતવીને ધમકીના સ્વરમાં કહ્યું કે તેમનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું. નહીં તો હું એક સેકંડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસ અને તેમના ઘર પર કબજો કરી શકું છુ. મમતા બેનર્જીએ અમિત શાહ પર પ્રહાર કરતાં કહ્યું કે અમિત શાહ શું ભગવાન છે કે તેમની વિરુદ્ધ કોઈ પ્રદર્શન ન કરી શકે. મમતા બેનર્જીનું આવું નિદેવન કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ સામે આવ્યું છે.

કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઈ અમિત શાહે કહ્યું કે જો સીઆરપીએફ ન હોત તો બચવું મુશ્કેલ હોત… લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ગયા.. પણ પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય હિંસા થઈ નથી.. મમત બેનર્જીનો આરોપ છે કે ભાજપ હિંસા કરાવી. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે તો માત્ર પશ્ચિમ બંગાળમાં જ કેમ હિંસા થાય છે.. તેવો સવાલ ઉઠાવીને હિંસા પાછળ ટીએમસીને જવાબદાર ગણાવી છે. કોલકાતાની કોલેજમાં વિદ્યાસાગરની પ્રતિમા તોડવા મામલે અમિત શાહે પૂરાવા રૂપે તસવીરો જાહેર કરીને ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વિદ્યાસાગરની પ્રતિમા ભાજપે નથી તોડી. ભાજપના લોકો બહાર રોડ પર હતા. કોલેજનો ગેટ બંધ હતો. તો પ્રતિમા કોણે તોડી.  અંદર ટીએમસીના કાર્યકર હતા. તો વિદ્યાસાગરની પ્રતિમા કોણે તોડી. ટીએમસીના લોકો કોલેજના ગેટની અંદરથી હિંસા ફેલાવતા હતા.

અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ચૂંટણી હારી રહી છે. પાંચમાં ચરણ બાદ હાર સ્પષ્ટ દેખાતા હિંસા ફેલાવી રહી છે. ટીએમસી ગભરાઈ ગઈ છે. અને તેથી હિંસા પર ઉતરી આવી છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચને મુકપ્રેક્ષક બનીને બેઠું છે. અમિત શાહે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ, લાગ્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Bansari

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!