GSTV
Home » News » અમિત શાહની લોકસભાની આ પ્રથમ ચૂંટણી પણ કદાવર નેતાએ છેલ્લી વાર અજમાવ્યું નસીબ

અમિત શાહની લોકસભાની આ પ્રથમ ચૂંટણી પણ કદાવર નેતાએ છેલ્લી વાર અજમાવ્યું નસીબ

લોકસભાની ચૂંટણી માટેના ત્રીજા તબકકાના મતદાનમાં ગઇ કાલે ગુજરાતની ર૬ બેઠકો મળી કુલ ૧૧૭ બેઠકો માટે મતદાન થયું છે ત્યારે આ જંગમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેટલાય કેન્દૃીય મંત્રીઓના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ચુકયા છે ત્યારે અમિત શાહ માટે આ પહેલો જંગ છે અને સપાના સુપ્રીમો મુલાયમસિંહ માટે અંતિમ જંગ છે.૧૪ રાજયો અને કેન્દશાસિત પ્રદેશની ૧૧૭ બેઠકો ઉપર ર૦૧૪માં ભાજપ અને તેના સાથી પક્ષોએ ૬૬ બેઠકો જીતી હતી.

જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ર૭ બેઠકો મેળવી હતી.બાકીની બેઠકો ઉપર અન્ય વિરોધી પક્ષોએ જીત મેળવી હતી. ભાજપના વરિષ્ઠ આગેવાન એલ.કે.અડવાણી જે બેઠક પરથી સંસદમાં ગયા હતા તે બેઠક ઉપરથી આ વખતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઝંપલાવ્યું છે, તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક ઉપરથી ઝંપલાવ્યું છે.

મંગળવારે ત્રીજા તબકકાની ચૂંટણીમાં જે બેઠકો ઉપર મતદાન થયું તેમાં ગુજરાતની તમામ ર૬ બેઠકો, કેરળની તમામ ર૦ બેઠકો, આસામની ૪, બિહારની પ, છતીસગઢની ૭, કર્ણાટક અને મહારાષ્ટની૧૪-૧૪, ઓરિસ્સાની૬, યુપીની ૧૦, પ.બંગાળની પ,ગોવાની ર, દાદરા નગર હવેલી, દમણ દીવ અને ત્રિપુરાની એક એક બેઠકનો સમાવેશ થાય છે. ત્રીજા તબકકામાં ૧૮.પ૬ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ માટે ચૂંટણી પંચે ર.૧૦ લાખ મતદાન કેન્દૃો ઉભા કર્યા હતા.કોંગ્રેસના સાંસદ શશી થરૃર કેરળના તિરૃવનંતપુરમ ખાતેથી પોતાનું ભવિષ્ય અજમાવી રહયા છે તો તેની સામે ભાજપે પૂર્વ રાજયપાલ રાજશેખરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે આ પહેલો લોકસભા ચૂંટણી જંગ છે તો સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહનો  આ છેલ્લો છે.

Read Also

Related posts

શિવસેનાએ ભાજપ પાસે એ માંગણી કરી જેને ભાજપ કોઈ દિવસ પૂરી નથી કરવાનું

Mayur

હરિયાણામાં બસપાએ એકલાહાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ ગેલમાં આવી ગયું

Mayur

VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!