GSTV

સર્વે – લોકસભા ચૂંટણી 2019માં મોદી લહેર ઓછી, 2014 જેટલી બહુમતી મળવાની ઓછી શક્યતા

Last Updated on April 10, 2019 by Karan

gujarati news live

ત્યારે 2019માં તેના કરતા થોડી ઓછી સીટો મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે આ સર્વે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કર્યા પછી અને બીજેપીનાં સંકલ્પ પત્રના લોકાર્પણ પહેલા કરવામાં આવ્યો છે.એટલે કે, આ સમય દરમિયાન કોંગ્રેસે દેશના લોકોને 72,000 રૂપિયા આપવાનો મોટો વાયદો કર્યો હતો.

સી વોટરના સર્વે અનુસાર
કુલ -543 બેઠકો જેમાં NDA 267 , UPA 142, અન્ય 134 બેઠકો મળવાની શક્યતાઓ
CSDS અને લોકનીતીનાં સર્વે મુજબ
કુલ-543 બેઠકો જેમાં NDA 263-283 , UPA 115-135, અન્ય 135 થી 155 બેઠકો મળવાની શક્યતાઓ
સીએનએક્સનાં સર્વે અનુસાર
કુલ-543 બેઠકો જેમાં NDA 295 , UPA 127, અન્ય 121 બેઠકો મળવાની શક્યતાઓ
વીએમઆરનાં સર્વે અનુસાર
કુલ-543 બેઠકો જેમાં NDA 279, UPA 149 , અન્ય 115 બેઠકો મળવાની શક્યતાઓ

પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં 91 બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે તે માટેના ચૂંટણી પ્રચાર 5.00 વાગ્યાથી બંધ થઈ ગયા છે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભાની બેઠકો માટે મતદાન કરવામાં આવશે. જ્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનની તારીખનું 18 મી માર્ચના દિવસે જાહેરનામું બહાર પાડ્યા પછી તે માટેનો પ્રચાર જોર શોરથી શરૂ થયો હતો. જ્યારે ચૂંટણી કમિશનરે 10 માર્ચના રોજ 17 મી લોકસભાની રચના માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની યોજના જાહેર કરી હતી.

કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કા માટે 8 એપ્રિલ સુધી ચૂંટણીનાં મેદાનમાં કુલ ઉમેદવારોની સંખ્યા 1279 છે. ત્યારે આ તબક્કે નોમિનેશન માટેની છેલ્લી તારીખ 25 માર્ચ અને 28 માર્ચ પરત કરવાની છેલ્લી તારીખ છે. ચૂંટણી કમિશનની સૂચન મુજબ મતદાનના પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ત્યારે કેટલીક બેઠકો પર 4:00 વાગ્યા સુધી, કેટલીક બેઠકો પર પાંચ વાગ્યા સુધી અને કેટલીક બેઠકો પર છ વાગ્યા સુધી મતદાન થશે.

જ્યારે ચૂંટણીના નિયમો અનુસાર મતદાન પૂરું થવાનાં 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ થાય છે. ત્યારે આ મુજબ જે બેઠકો પર સાંજના ચાર વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે. ત્યારે તે બેઠકો પર મંગળવારની સાંજના 4.00 વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેવી જ રીતે જે સીટો પર પાંચ અને છ વાગ્યે મતદાન થવા વાળી બેઠકો પર આજે સાંજે પાંચ અને છ વાગ્યા સુધીમાં પ્રચાર પ્રતિબંધિત થઈ જશે.

યુપીમાં 8 બેઠકો પર મતદાન — પ્રથમ તબક્કામાં યુપીની આઠ બેઠકો (સહારનપુર, કેરાના, મુઝફ્ફરનગર, બિજનોર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ અને નોઈડા) અને બિહાર (ઔરંગાબાદ, ગયા, નવાડા અને જામુઈ) ની ચાર બેઠકો, આંધ્રપ્રદેશની બધી 25 બેઠકો અને તેલંગાણાની તમામ 17 બેઠકો પર મતદાન થશે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah

મોટા સમાચાર / જૂના નોટ અને સિક્કાને લઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કરી ચેતવણી, તમે પણ રહો સાવધાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!