ગુજરાતમાં તો કંઈ ઘમાસાણ નથી, બીજા રાજ્યમાં તો ચૂંટણીને લઈને આખા માળા વિંખાઈ ગયા છે

aparna yadav news

અપર્ણા યાદવને લોકસભાની ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ સંભલની બેઠક માટે કોઈ અન્યને ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ એવી અટકળો કરવામાં આવી હતી કે અપર્ણા યાદવને આ ખૂરશી પર ટિકિટ આપવામાં આવશે પરંતુ ગુરુવારે પક્ષે ચાર ઉમેદવારોની જાહેરાત કરી હતી અને જેમાં તેમના નામનો સમાવેશ નથી થતો.

ચાર નામાંકિત નામોમાં સમાજવાદી પાર્ટીએ નામ જાહેર કર્યા છે. એમાં ગોંડા લોકસભા મતવિસ્તારના વિનોદકુમાર, બારાબાંકીના રામ સાગર રાવત, કૈરાનામાંથી તબસ્સુમ હસન અને સંભાલાના શફીકુર રહમાન બર્કને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ યાદીને જાહેર કર્યા પછી અર્પણા યાદવ સંભલથી લડે એવી તમામ અટકળો પર વિરામ મુકાયો છે.

akhilesh attacks modi

આ પહેલા અર્પણા યાદવે એવું કહ્યું હતુ કે મને આ લોકો ગઠબંધનના ભાગરૂપે ચૂટણી લડાવશે. પરંતુ મારા સુધી કોઈ જાણકારી આવી નથી. તેમજ આગળ કહ્યું કે જેમ અખિલેશ યાદવ નિર્ણય કરશે એ રીતે અમે આગળ પગલા ભરશુ અને મારૂ હિત પણ એમા છે એવું હું માનુ છું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter