GSTV

આ નેતાઓ છે કોંગ્રેસના ‘ભસ્માસુર’, પોતાના બેફામ નિવેદનો કરીને પક્ષને કરે છે નુકસાન

Last Updated on May 25, 2019 by Arohi

તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ ૧૯૮૪ ના શીખ રમખાણો વિશે નિવેદન કરી વિવાદ સર્જયો હતો તો કેટલાક અન્ય નેતાઓએ પણ વિચિત્ર નિવેદનો કરીને ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતા ભસ્માસુરનું કામ કરે છે જે  કોઇને કોઇ એવા નિવેદનો કરે છે જેના કારણે પક્ષને મોટું નુકસાન થાય છે.જેના કારણે પક્ષને કહેવું પડે છે કે એ એમનું વ્યકિતગત નિવેદન છે અને પક્ષને એ નિવેદન સાથે કંઇ  લેવા દેવા નથી.તો ચાલો આપણે જાણીએ કયા નેતાએ કેવા નિવેદનો કરીને ભાજપને ટીકા કરવાનો મોકો આપ્યો છે.

સામ પિત્રોડાઃ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા વડિલનેતા છે જે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે રહયા હતા રાજીવ ગાંધી સાથે એક દાયકા સુધી રહયા અને હવે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની તમન્ના રાખે છે. એમણે કરેલા છેલ્લા નિવેદનથી કોંગ્રેસને માથાનો દૂઃખાવો થઇ ગયો છે. સામ પિત્રોડાએ પત્રકારો સાથે વાત કરતી વખતે  ૧૯૮૪માં શીખ રમખાણોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ૮૪માં જે થયું તે થયું તમે શું કર્યું એ બતાવો. સામની આ વાતથી ભાજપને કહેવાનો મોકો મળી ગયો. નરેન્દૃ મોદીથી માંડી અમિત શાહ સુધીના લોકોએ પોતાના મંચથી પ્રચાર કરી કહ્યું કે કોંગ્રેસના આવા છે સંસ્કાર, સંસ્કૃતિ. વિવાદ વધતા પિત્રોડાએ કહ્યું કે તેમને હિન્દી સારી રીતે આવડતું નથી મારો કહેવાનો અર્થ એવો હતો કે જે થયું તે ખરાબ થયું. તેમણે સફાઇ તો કરી પણ મોટું નુકસાન થઇ ગયું હતું. દિલ્હીમાં મતદાન પહેલા જ આ મુદો ઉછળયો હતો.૧૯૮૪માં સૌથી વધારે માણસો અને ધનનું નુકસાન દિલ્હીમાં આવીને વસેલા શીખોને થયું હતું. આ નિવેદનોએ ઘા પર મીઠું ભભરાવવાનું કાર્ય કર્યું હતું.

નવજોત સિધ્ધુઃ

એના માટે કહેવાય છે કે તેને ભાજપે જ સ્થાપ્યા છે. એક પછી એક એવા વિવાદીત નિવેદન કર્યા કે કોંગ્રેસ સફાઇ જ કરી શકી નથી.તે એક નિવેદનની સફાઇ કરે તો બીજું નિવેદન આવી જતું હતું. પુલવામા હુમલા પછી તરત કર્યું તેના પર વિવાદ થઇ ગયો. તેમણે તાજુ જ નિવેદન કર્યું કે મોદી એ સ્ત્રી છે જે વધારે રોટલી વણતી નથી પણ વધારે બંગડીઓ ખખડાવે છે. આ નિવેદનના પગલે જોરદાર વિવાદ શરૂ થયો હતો.

શત્રુધ્ન સિંહાઃ

શત્રુધ્ન પોતાના નિવેદનો અને કામોને લીધે કોંગ્રેસ માટે મુશ્કેલી બન્યા છે. લખનૌની બેઠક પર પોતાના પત્નીના ચૂંટણી પ્રચારમાં ગયા હતા જયાં કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉમેદવાર હતા.તેમણે તેને સહયોગ ન આપીને મહાગઠબંધનના ઉમેદવાર અને પોતાના પત્ની પૂનમસિંહાનો પ્રચાર કર્યો.કેટલાક દિવસો પહેલા જ તેની જીભ લપસી ગઇ હતી અને કહી દીધું હતું કે કોંગ્રેસ ઝીણાની પાર્ટી છે, બાદમાં વિવાદ વધી જતા કહયું કે આ વાત ભૂલથી કહેવાઇ ગઇ.

સંજય નિરૂપમઃ

સંજય નિરૂપમ અવાર નવાર વિવાદીત નિવેદનો કરતા રહે છે.તેમનું છેલ્લુ વિવાદીત નિવેદન જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકને લઇને હતું. તેમણે કહયું કે આપણા દેશના જેટલા રાજયપાલો હોય છે તે બધા સરકારના ચમચા હોય છે.સત્યપાલ મલિક પણ ચમચા છે, રાજીવ ગાંધીને બોફોર્સ કેસમાં કોર્ટે કલીનચીટ આપી હતી. અરૂણ જેટલી પણ એ લોકોમાં સામેલ છે, જેણે કલીનચીટ આપી હતી.તમામ રાજયપાલોને ચમચા કહી સંજય નિરૂપમે વિવાદને હવા દીધી હતી. થોડા દિવસો અગાઉ જ તેમણે મોદીને ઔરંગઝેબ કહયા હતા.

મણીશંકર ઐયરઃ

Mani Shankar Aiyar

ઐયર વિવાદીત નિવેદનોના પિતામહ કહેવાય છે. ર૦૧૪ની ચૂંટણીમાં તેમના નિવેદનની બહુ અસર થઇ હતી.નરેન્દૃ મોદીને ચાયવાલા કહી દીધા હતા. મોદીને આ ઉપાધિને એટલી ગંભીરતાથી લીધી કે બીજી ચૂંટણી સુધીમાં તે ચોકીદાર બની ગયા હતા.હવે તે ચોકીદારના નામથી ઓળખાય છે.મણીશંકર ઐયરે ર૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન મોદીને નીચ કહયા હતા. આ નિવેદન બાદ મણીશંકરની ઓળખાણ ભસ્માસુરના રૂપમાં થઇ ગઇ હતી.

Read Also

Related posts

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta

કોરોનાથી સ્થિતિ ખરાબ/ જાપાનમાં ઓલંપિક વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, 31 ઓગસ્ટ સુધી આ શહેરોમાં આપત્કાલિન સ્થિતિ કરાઈ જાહેર

Harshad Patel

રેકેટ / અશ્લીલ વેબ સિરીઝ એક્ટ્રેસ નંદિતા દત્તા ઉર્ફ ‘નેન્સી ભાભી’ની ધરપકડ, મોડેલ્સના જબરદસ્તી બનાવતી હતી વીડિયો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!