GSTV
Home » News » ભોપાલમાં દિગ્વિજય સામે જીત મેળવવા ભાજપ ઉતારશે આ ઉમેદવારને

ભોપાલમાં દિગ્વિજય સામે જીત મેળવવા ભાજપ ઉતારશે આ ઉમેદવારને

ભોપાલની બેઠક ઉપર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ સામે ભાજપ સાધ્વી પ્રગ્નાને ઉતારે તેવી શકયતા છે. સાધ્વીના નામ પર કેન્દ્રથી લઇ રાજયકક્ષાએ તેના નામની સહમતિ સધાઇ ચુકી છે અને તેના નામની સત્તાવાર જાહેરાત બાકી છે. આજે સાધ્વીએ ભોપાલ ભાજપ કાર્યાલય પહોંચી હતી અને પક્ષની સદસ્ય બની હતી. આ વખતે ભાજપના નેતા નરોત્તમ મિશ્રા હાજર હતા. સાધ્વી માલેગાંવ બ્લાસ્ટ થયા બાદ ચમકી હતી અને આ મામલે તેને લાંબો કાનુની જંગ ખેલવો પડયો હતો. તેની ઉમેદવારી મામલે પક્ષે ભોપાલના સ્થાનિક આગેવાનોને જાણ પણ કરી હતી.

સાધ્વી કહે છે હું આજે ભાજપની સભ્ય બની છું અને ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરી. એવું કહેવાય છે કે સાધ્વીના નામ ઉપર સંમતિ સાધવામાં આરએસએસને મહત્વની ભૂમિકા ભજવી હતી.આ માટે સંઘે પહેલા પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા પણ કરી હતી. ભોપાલની બેઠક માટે શિવરાજસિંહ ચૌહાણ, ઉમા ભારતી, નરેન્દૃસિંહ તોમર, આલોક શર્મા અને વીડી શર્માના નામો પણ ચર્ચાતા હતા.

અત્રે એ યાદ આપીએ કે ભોપાલ લોકસભા બેઠકનું ૧ર મેના રોજ મતદાન થવાનું છે અને આ બેઠકના વર્તમાન સાંસદ ભાજપના આલોક શર્મા છે.આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ર૦૧૪માં આ લોકસભા બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીના નામની ચર્ચા ચાલી હતી પણ તેમણે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી હતી.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur

કીવીઝ વિરુદ્ધ ઈશાંતનો ‘પંજો’, ઝહીર ખાનને પછાડીને ઘણા રેકોર્ડ કર્યા પોતાના નામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!