કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એવો સંકેત આપ્યો છે કે અમેઠી લોકસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની સ્થિતિ સર્જાશે તો તે ચૂંટણી લડવા માટે તૈયાર છે. એવી ખબર છે કે કોંગ્રેસ અધ્યક્ષ અમેઠી અને વાયનાડ બંને બેઠકો પરથી વિજયી બનશે તો પ્રિયંકા અમેઠીથી ચૂંટણી લડી શકે છે. એક અખબારને આપેલી મુલાકાતમાં પ્રિયંકાએ આ સંકેત આપ્યો હતો.
રિપોર્ટ અનુસાર પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે જો રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બંને બેઠકો પરથી વિજેતા થાય તો તમે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશો? તેના જવાબમાં પ્રિયંકાએ કહયું કે એ કોઇ પડકાર જ નથી. પ્રિયંકા કહે છે કે એનો નિર્ણય ત્યારે થશે જયારે મારો ભાઇ બંનેમાંથી કોઇ એક બેઠક છોડશે ત્યારે જ તેની ચર્ચા થશે. આ પહેલા પણ ચર્ચા થતી હતી કે પ્રિયંકા વડાપ્રધાન મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે પણ બાદમાં એવા સમાચાર મળયા કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડવાની નથી આથી પક્ષના કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી. બાદમાં પક્ષના કેટલાક નેતાઓ ઓફ રેકોર્ડ એવી વાત કરતા સંકેત આપતા હતા કે પ્રિયંકાને બનારસથી ચૂંટણી લડવા માટેની જમીની તૈયારી થઇ ગઇ છે. પણ જયારે વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભરવા વારાણસી પહોંચ્યા ત્યારે કોંગ્રેસે પ્રિયંકાને બદલે સ્થાનિક નેતા અને પૂર્વ ઉમેદવાર અજય રાયના નામની જાહેરાત કરી દીધી હતી.
Read Also
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ