GSTV
Home » News » ચૂંટણી પરિણામ પહેલા જ વિપક્ષમાં વડાપ્રધાન પદની દાવેદારી, જાણો રાજકિય ગણિત

ચૂંટણી પરિણામ પહેલા જ વિપક્ષમાં વડાપ્રધાન પદની દાવેદારી, જાણો રાજકિય ગણિત

હજુ સુધી લોકસભા ચૂંટણીનાં અંતિમ તબક્કા માટે મતદાન બાકી છે. પરંતુ સરકાર બનાવવા માટે રાજકિય પક્ષોએ કમર કસી લીધી છે. માત્ર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(એનડીએ) અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ) જ નહીં,પરંતુ ત્રીજો મોરચાની કવાયત પણ તેજ થઇ ગઇ છે. 23-મેની મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર કરાશે. જો આ ચૂંટણીમાં કોઇ પક્ષને સંપુર્ણ બહુમતિ ન મળે તો દેશનાં રાજકિય સમીકરણો પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી બદલી જશે તે વાત નક્કી છે.

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આગામી 21-મેનાં રોજ તમામ વિપક્ષી પાર્ટીઓ એક બેઠક કરવાની તૈયારીમાં છે. જેમાં નેતૃત્વને લઇને ઔપચારિક ચર્ચા નહીં થાય. પરંતુ મહાગઠબંધનની એક્તા અને મહાગઠબંધનની છબી રજૂ કરવાનો પ્રયાસ જરૂર કરવામાં આવશે. આ મામલે સીપીઆઇનાં સાંસદ ડી.રાજાનું કહેવું છે કે વિપક્ષી પાર્ટીઓ આંતરિક બેઠક કરશે અને આગળની રણનિતી બનાવશે કે ભાજપને કઇ રીતે સત્તાથી દૂર રાખી શકાય.

તેલંગાણાનાં સીએમ અને ટીઆરએસ વડા કે.ચંદ્રશેખર રાવ વિવિધ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમની સૌથી તાજી મુલાકાત ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન સાથે કરી હતી. આ મુલાકાત દરમિયાન ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવે નાયબ વડાપ્રધાન બનવાની ઇચ્છા જાહેર કરી હતી. તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અખિલેશ યાદવે વડાપ્રધાન પદ માટે માયાવતીને લાયક ઉમેદવાર ગણાવ્યા હતાં. અખિલેશ યાદવનાં નિવેદન સાથે ડાબેરી પક્ષો પણ સહમત છે. તેમનું કહેવું છે કે માયાવતી સાથે અન્ય બીજા ચહેરાઓ છે.જે પીએમ પદને લાયક છે.

23 તારીખે પરિણામ આવ્યા બાદ દેશનું રાજકારણ ફરી એક વખત 2014ની રાહ પર આવશે કે પછી પ્રાદેશિક પાર્ટીઓનાં ભાગ્ય ઉઘડી જશે? જો એનડીએ પોતાનાં બાવળાનાં જોરે દિલ્હી બચાવવામાં સફળ થશે તો બાકી બધાના સપના ચકનાચૂર થઇ જશે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીનાં છેલ્લા તબક્કાનું મતદાન આગામી 19 મેંનાં રોજ થશે. ત્યારબાદ 23 મેનાં રોજ મતગણતરી હાથ ધરાશે અને ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય આવશે.

READ ALSO

Related posts

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!