GSTV
Home » News » ફક્ત ગૌતમ ગંભીર જ નહીં, આ 12 celebs પણ ભાજપની પીચ પર કરી ચૂક્યા છે બેટિંગ

ફક્ત ગૌતમ ગંભીર જ નહીં, આ 12 celebs પણ ભાજપની પીચ પર કરી ચૂક્યા છે બેટિંગ

ધણા એવા સ્ટાર્સ પણ છે જે બોલિવુડની સાથે-સાથે રાજનીતિમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે. અમુક એવા સ્ટાર્સ છે જેનું નસીબ એક ઝટકામાં જ ચમકી ગઈ તો અમુક એવા પણ છે જે વધું કંઈ કરી ન શક્યા. હાલમાં જ ગૈતમ ગંભીર ભાજપમાં જોડાયા. તો ચાલો આજે અમે તમને બોલિવુડના એવા સ્ટાર્સના વિશે જણાવીએ જે ભાજપમાંથી ચૂંટણી લડા ચુક્યા છે અથવા તો હાલમાં જ પાર્ટી જોઈન કરી છે.   

હેમા માલિની

બોલિવુડ એક્ટ્રેસ હેમા માલિનીએ બોલિવુડની સાથે રાજનીતિમાં પણ ખૂબ નામ કમાયું. વર્ષ 2004માં હેમા માલિનીએ બીજેપી જોઈન કર્યું હતું. વર્ષ 2014માં હેમા માલિનીએ લોકસભા ચૂંટણીમાં મથુરા સીટ જીતી લીધી હતી અને આજે તે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ હોવાની સાથે સાથે મથુરાની સાંસદ પણ છે.

સ્મૃતિ ઈરાની

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં તુલસીની ભુમિકા નિભાવીને ઘર-ઘરમાં ફેમસ થયેલી સ્મૃતિ ઈરાની વર્તમાન સમયમાં મોદી સરકારમાં મંત્રી છે. રાજનીતિમાં આવ્યા બાદ સ્મૃતિએ અભિનયના ક્ષેત્રથી દુરી બનાવી લીધી છે. અભિનયથી રાજનીતિ સુધી પહોંચવા સુધીની સફર સ્મૃતિ માટે ખૂબ સંધર્ષથી ભરેલી હતી.

શત્રુધ્ન સિન્હા

શત્રુધ્ન સિન્હા ભાજપના ચર્ચિત નેતાઓમાંથી એક છે. ફિલ્મોમાં કામયાબી મેળવ્યા બાદ શોટગનની રાજનૈતિક ઈનિંગ પણ સારી રહી.   

કિરણ ખેર

‘વીર-ઝારા’, ‘દેવદાસ’ અને ‘રંગ દે બસંતી’ જાવી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી કિરણ ખેર પણ ધણા સમયથી રાજનીતીમાં સક્રિય છે.  

બાબુલ સુપ્રિયો

ફેમસ સિંગર બાબુલ સુપ્રિયો પણ ભાજપા સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રિમંડળમાં શામેલ છે. બાબુલ સુપ્રિયો આ સમયે હેવી ઈન્ડસ્ટ્રીઝ અને પબ્લિક ઈન્ટરપ્રાઈઝ રાજ્યમંત્રીના પદ પર કાર્યરત છે. આ વખતે પણ બાબુલ સુપ્રિયો આસનસોલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.

વિનોદ ખન્ના

વિનોદ ખન્નાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત મન કી મીત ફિલ્મથી કરી હતી. વિનોદ ખન્ના બોલિવુડની સાથે-સાથે રાજનૈતિક જગતમાં પોતાનો દબદબો બનાવ્યો. વિનોદ ખન્ના ભાજપની ટિકિટથી ગુરુદાસપુર સીટ પરથી સાંસદ હતા. વર્ષ 2017માં વિનોદ ખન્નાનું નિધન થઈ ચુક્યું છે.

પરેશ રાવલ

ફિલ્મોમાં પોતાની કોમિક ટાઈમિંગથી લોકોનું દિલ જીતવા વાળા પરેશ રાવલ જ્યારે રાજનીતીના મેદાનમાં ઉતર્યા તો ત્યાં પણ દિલો પર રાજ કર્યા. પરેશ રાવલ ભાજપ પાર્ટી સાથે જોડાયેલા છે. તે અમદાવાદ ઈસ્ટ સીટ પરથી ભાજપના સાંસદ છે.

રવિ કિશન

ભોજપુરી એક્ટર રવિ કિશન પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ અમુક વર્ષ પહેલા જ તેમણે ભાજપમાં પગ મુક્યો. રવિ કિશન બોવિવુડની સાથે-સાથે ભોજપુરી સિનેમા જગતમાં પણ ચર્ચિત ચહેરો છે.

મનોજ તિવારી

ભોજપુરી એક્ટર મનોજ તિવારી પણ ભાજપ સાથે જોડાયેલા છે. મનોજ તિવારીએ વર્ષ 2014માં ભાજપની તરફથી નોર્થ ઈસ્ટ દિલ્હીની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. મનોજ તિવારી દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ પણ છે.  

સોન્દર્યા

મોટા પડદે ‘સૂર્યવંશમ’ ફિલ્મ હીરા ઠાકુરની પત્નીની ભુમિકા સોન્દર્ય રધુએ ભજવ્યો હતો. સોન્દર્યનું નિધન નાની ઉંમરમાં થયું હતું. વર્ષ 2004માં ભાજપા પાર્ટીના પ્રચાર માટે તે બેંગલોરથી ચોપરમાં ગયા. તે તેમની છેલ્લી મુસાફરી હતી. ચોપર દુર્ધટનાગ્રસ્ત થવાના કારણે એક્ટ્રેસનું નિધન થઈ ગયું.

ઈશા કોપ્પિકર

‘ખલ્લાસ ગર્લ’ના નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ ઈશા કોપ્પિકર લાંબા સમયથી મોટા પરદેથી દુર છે. જાન્યુઆરી 2019માં ઈશા કોપ્પિકર અચાનક ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે રાજનીતીમાં પગ મુક્યો. ઈશા ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ રહી છે. તેને ભાજપા મહિલા મોર્ચાના પરિવહન વિંગના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.   

મોસમી ચેટર્જી

બોલિવુડ એકટ્રેસ મોસમી ચેટર્જીએ હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા છે. વર્ષ 2004માં પણ મોસમીએ બંગાળથી કોંગ્રેસની ટિકિટ પર મમતા બેનર્જીની વિરુદ્ધ ચૂંટણી લડી હતી પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા.

Read Also

Related posts

ઓસ્ટ્રેલિયાની એક વૈજ્ઞાનિકે કર્યો અનોખો દાવો, મૃત્યુ પછી પણ મનુષ્યનું શબ એક વર્ષ સુધી…

pratik shah

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

Bansari

આંખના પલકારે આર્ટ ગેલેરીમાંથી ચોરાઇ ગયું સોનાનું ટૉયલેટ, કરોડોમાં છે કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!