GSTV
Home » News » શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા આવી સામે, આ પાર્ટીઓના નેતાઓને મળશે મંત્રીમંડળમાં સ્થાન

શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા આવી સામે, આ પાર્ટીઓના નેતાઓને મળશે મંત્રીમંડળમાં સ્થાન

નરેન્દ્ર મોદીની શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં જેડીયુ અને શિવસેનાને બે-બે મંત્રાલયની જવાબદારી મળશે. જ્યારે શિરોમીણિ અકાલી દળ અને અનુપ્રિયા પટેલના અપના દળને એક-એક મંત્રાલય મળી શકે છે. જેમા એક કેબિનેટ અને એક સ્વતંત્ર પ્રભારનો સમાવેશ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, આવતી કાલે દિલ્હીમાં મોદી સરકારના નવા પ્રધાનો ગુપ્તતાના શપથ ગ્રહણ કરવાના છે. જેથી દિલ્હીમાં હલચલ તેજ બની છે.

શહીદ જવાનના પરિવારને આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ થયેલા સીઆરપીએફના જવાનના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. શહીદના પરિવારના સભ્યો આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ છે કે ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમા સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. જે બાદ મોદી સરકારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ  આપ્યો હતો.

ગુજરાતથી આવશે આ મહેમાનો

આવતીકાલે દિલ્હીમાં યોજાનારી પદનામિત પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ગુજરાતના 400 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રધાનો ઉપરાંત વિવિધ નિગમોના ચેરમેન હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાતના ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ તમામ ટીમને પણ આમંત્રણ અપાયું છે. તમામ જીલ્લામાંથી ભાજપના જીલ્લા પ્રમુખ અને જીલ્લા મહામંત્રી પણ હાજરી આપશે.

મમતા બેનર્જી નહીં આપે હાજરી

નરેન્દ્ર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં જ રાજકીય હલચલ તેજ બની છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આવવાથી ઇનકાર કરી દીધો છે જ્યારે અગાઉ તેઓ આ સમારોહમાં હાજર રહેવા માટે તૈયાર થયાં હતાં.

મમતાએ એક પત્ર જારી કરીને લખ્યુ છે કે ભાજપે આ કાર્યક્રમમાં મૃત બીજેપી કાર્યકર્તાઓના પરિવારજનોને આમંત્રિત કર્યા છે અને તેને રાજકીય હત્યા ગણાવી છે. મમતાએ વધુમાં જણાવ્યું છે કે આ રાજકીય હત્યા નથી પરંતુ પરસ્પર ટકરાવના મુદ્દા છે.

Read Also

Related posts

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi

કાંકરીયા: એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાનો મામલો, રાજયકક્ષાના પ્રધાને કર્યું ગૃહમાં સંબોધન

Path Shah

ICAI દ્વારા બેદિવસીય સેમિનારનું આયોજન કરાયું, બીજેપીના ઉપપ્રમુખ અને રાષ્ટ્રીય પ્રવકતા રહ્યા હાજર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!