2019માં ફરીથી મોદી સરકાર બનશે તો 47 હજાર સુધી જઈ શકે છે સેન્સેક્સ: રીપોર્ટ

pm modi in rajkot

ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રમાં મજબૂત સરકારની વાપસીની સંભાવના છે, જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળશે. રીપોર્ટ મુજબ, ચૂંટણી અનિશ્ચિતતા, ભારત અને અમેરીકાની વચ્ચે થનારું સંભવિત ટ્રેડ વૉર અને પાકિસ્તાનની સાથે વધી રહેલા તણાવ થી ભારતનું શેર બજાર પોતાના મજબૂત ઢાંચાની તાકાતે આગળ વધતુ રહેશે.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ સોમવારે શેર બજારમાં પ્રચંડ ગતિ નોંધાઈ. સેન્સેક્સમાં જ્યાં 300 પોઈન્ટથી વધુ ઉછાળો આવ્યો, તો નિફ્ટી 11 હજારના સ્તરને પાર કરી ગયો.

ગ્લોબલ બ્રોકરેજ મૉર્ગન સ્ટેનલીએ પોતાના રીપોર્ટમાં ચાલુ વર્ષના અંત સુધી સેન્સેક્સ 42,000 સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી છે. તેજીમાં આશા છે કે ડિસેમ્બર 2019 સુધી સેન્સેક્સ 47,000ના સ્તરને પણ પાર કરી શકે છે. નબળાઈ આવવાથી તેઓ સેન્સેક્સના 33,000 સુધી લપસવાનુ અનુમાન લગાવી રહ્યાં છે. આવુ ત્યારે થશે જ્યારે ચૂંટણી પરિણામોમાં કોઈ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે નહીં.

મૉર્ગન સ્ટેનલીએ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે ઑઈલની વધતી કિંમતો અને ચાલુ વર્ષના મે મહિનામાં થનારી લોકસભા ચૂંટણીને લઇને જાહેર અનિશ્ચિતતાના કારણે માર્કેટમાં ઘટાડો નોંધાયો. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ચાલુ વર્ષે ભારતના ખરાબ પ્રદર્શનના કારણે ઑઈલની કિંમતો વધી રહી છે અને રાજકીય અનિશ્ચિતતા છે.

જોકે, ગ્લોબલ બ્રોકરેજે કહ્યું છે કે ભારતીય શેર માર્કેટનો ઢાંચો ખૂબ જ મજબૂત છે અને આ જણાવી રહ્યું છે કે આગામી દિવસોમાં તેમાં મજબૂતી આવશે, કારણકે માર્કેટની વેલ્યુએશન મધ્યમ સ્તર પર પહોંચી ગઈ છે.

મૉર્ગન સ્ટેનલીએ ત્રણ પ્રકારના અનુમાન લગાવ્યાં-

બેસ કેસ- ડિસેમ્બર 2019 સુધી સેન્સેક્સ 42,000 સુધી જઇ શકે છે. જેની સંભાવના 50 ટકા છે. 2019માં વર્ષે-દર વર્ષે આધાર અર્નિગ ગ્રોથ 21 ટકા અને 2020માં 24 ટકા રહેવાનું અનુમાન છે.

બુલ કેસ- જો માર્કેટમાં બુલ રનની શરૂઆત થઈ, તો માર્કેટ વર્ષની પૂર્ણાહુતિ સુધી 47,000ના સ્તરને આંબી શકે છે. જેની સંભાવના 30 ટકા છે. જોકે, આ મજબૂત ચૂંટણી પરિણામો અને એક પાર્ટીને બહૂમતી મળવાની સ્થિતિ હશે. 2019માં વર્ષે-દર વર્ષે આધાર અર્નિગ ગ્રોથ 29 ટકા અને 2020માં 26 ટકા રહેવાનું અનુમાન.

બિયર કેસ– તો બિયર રનના મામલામાં માર્કેટ 33,000 સુધી જઈ શકે છે. જેની સંભાવના 20 ટકા છે. જોકે, આ ત્યારે શક્ય બનશે, જ્યારે વૈશ્વિક સ્થિતિઓ ખરાબ હશે અને ચૂંટણી પરિણામો યોગ્ય રહેશે નહીં. 2019માં વર્ષે-દર વર્ષે આધાર અર્નિગ ગ્રોથ 16 ટકા અને 2020માં 22 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter