GSTV
Home » News » ચૂંટણી પંચે પ્રચારની રોક લગાવતા માયાવતી ખફા: કહ્યું, નોટીસમાં તો…

ચૂંટણી પંચે પ્રચારની રોક લગાવતા માયાવતી ખફા: કહ્યું, નોટીસમાં તો…

mayawati ed

ચૂંટણી પંચે પ્રચાર અભિયાન પર લગાવેલી પાબંદી પર માયાવતીએ લખનૌમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન બસપા સુપ્રિમોએ જણાંવ્યું કે,ચૂંટણી પંચે મારા પર પ્રચાર કરવા પર પાબંદી લગાવી છે. જો કે પંચની નોટીસમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી કે, મેં ભડકાઉ ભાષણ આપ્યું છે.

માયાવતીએ કહ્યું કે મારો પક્ષ સાંભળ્યા વિના ચૂંટણી પંચે મારા પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આવનારા બે દિવસ સુધી હું કોઇ પણ રેલીમાં ભાગ નહિં લઇ શકું.પરંતુ મારા કાર્યકરો મારો સંદેશ લોકો સુધી પહોંચાડશે.

હકિકતે ગત સાત એપ્રિલે દેવબંદ,સહારનપુરમાં ગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધતા માયાવતીએ કહ્યું હતું કે,મુસલમાનો પોતાનાં મતોનું વિભાજન ન થવા દે. તેમજ એકજૂથ થઇને ગઠબંધન ઉમેદવાર માટે મત આપજો. ચૂંટણી પંચે આ મામલાની નોંધ લઇને 11 એપ્રિલે નોટીસ મોકલીને જવાબ આપવા જણાંવ્યું હતું. તેમજ 48 કલાક સુધી તેમનાં પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચૂંટણી પંચનો આદેશ આવતીકાલે સવારે 6 વાગ્યાથી લાગુ પડશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રદૂષણ વકરતા સુપ્રીમ નારાજ ચાર રાજ્યોના સચિવોને નોટિસ ફટકારી

Mayur

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP, કોંગ્રેસની ‘ત્રિમૂર્તિ’ સરકાર રચાશે

Mayur

સારવાર કરાવી રહ્યો હતો યુવક, અચાનક જ નર્સને ગમે ત્યાં હાથ ફેરવવા લાગ્યો પછી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!