GSTV

મહાગઠબંધનની મડાગાંઠ ઉકેલાઇ, બિહારની 19 બેઠક પર RJD અને 9 સીટ કોંગ્રેસનાં ખાતામાં

Last Updated on March 29, 2019 by Mayur Vora

મહાગઠબંધન માટે વણઉકેલ્યો કોયડો બનેલી લોકસભા સીટોની વહેંચણી આખરે થઇ ગઇ છે. સમજાવટ અને ચર્ચા-વિચારણાને અંતે  ઘીનાં ઠામમાં ઘી પડી ગયું છે.દરભંગા આરજેડીનનાં ખાતામાં આવી છે, તો સુપૌલ સીટ કોંગ્રેસને મળી છે. તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીટોની વહેંચણીની વિગતો સાર્વજનિક કરી હતી. તેજસ્વી યાદવે જણાંવ્યું કે મહાગઠબંધન અતૂટ છે. આ સત્ય-જુઠની લડાઇ છે. તેજપ્રતાપનાં બળવા મામલે તેજસ્વીએ જણાંવ્યું છે કે,પાર્ટીમાં દરેક વ્યક્તિને પોતાનો મત રજુ કરવાનો અધિકાર છે.

આ સાથે જ કોંગ્રેસે પણ બિહારની અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. બિહારની સાસારામ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ લોકસભા સ્પીકર મીરાં કુમારને ફરી ઉમેદવાર બનાવ્યા છે. બિહારનાં બાહુબલી ધારાસભ્ય અનંતસિંહની પત્નિ નીલમ દેવીને મુંગેરથી અને પપ્પુ યાદવની પત્નિ રંજીત રંજનને સુપૌલથી મેદામાં ઉતારવામાં આવ્યાં છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં ખાતામાં આ બેઠકો આવી

બાંકા, ભાગલપુર, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સીવાન, મહારાજગંજ, સારણ, હાજીપુર, બેગુસરાય, નવાદા, પાટલીપુત્ર, બક્સર, જહાંનાબાદ, ઝુઝારપુર, અરરિયા, સીતામઢી, શિવહર આરજેડીનાં ખાતમાં આવી છે. જ્યારે આરા બેઠક CPI (ML) માટે છોડવામાં આવી છે.

આરજેડીનાં ઉમેદવાર

 • બાંકા – જયપ્રકાશ યાદવ
 • મધેપુરા – શરદ યાદવ
 • દરભંગા – અબ્દુલ બારી સિદ્દીકી  
 • વૈશાલી – રઘુવંશ પ્રસાદ
 • ગોપાલગંજ – સુરિંદર રામ
 • ભાગલપુર – બુલો મંડલ
 • મહારાજગંજ – રણધીરસિંહ  
 • સારણ –  ચંદ્રિકા રાય
 • હાજીપુર – શ્રીચંદ્ર રાવ
 • બેગુસરાય – તનવીર હસન
 • પાટલિપુત્ર મીસા ભારતી
 • જહાંનાબાદ – સુરેન્દ્ર યાદવ
 • નવાદા – વિભા દેવી
 • ઝુઝારપુર – ગુલાબ યાદવ
 • અરરિયા – સરફરાજ આલમ
 • સીતામઢી – અર્જુન રાય

RSLPની બેઠકો

 1. પશ્ચિમી ચંપારણ્ય, 2. પૂર્વી ચંપારણ્ય, 3. ઉજીયારપુર, 4. બેતિયા

કોંગ્રેસનાં ખાતામાં આટલી બેઠકો

સમસ્તીપુર, મુંગેર,પટનાસાહિબ, સાસારામ, વાલ્મિકી નગર, સુપૌલ કિશનગંજ,કટિહાર, પુર્ણિયા સીટ કોગ્રેસને મળી છે.

જ્યારે બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને દલિત નેતા જીતનરા માંજીનો પક્ષ હિંદુસ્તાન અવામી મોરચા (હમ) બે બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં નાંલદા અને ગયા બેઠકનો સમાવેશ થાય છે.

વીઆઇપી પાર્ટી બિહારની ખગડિયા,મુઝફ્ફરપુર અને મધુબનીથી ચૂંટણી લડશે.

મહત્વનું છે કે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ ભાજપ સામે મહાગઠબંધનની લડાઇ હતી.જેમાં મહાગઠબંધન જીત્યું હતું. જો કે ત્યારબાદ નિતીશ કુમારે ભાજપનો પાલવ પકડ્યો હતો. અંતે ભાજપ-આરજેડી સામે મહાગઠબંધનની લડાઇ અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે.

READ ALSO 

Related posts

બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, સંબંધ બાંધવા દરમિયાન લીધો જીવ

Vishvesh Dave

મેહબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, અમે પાકિસ્તાની અને માત્ર ભાજપવાળા જ હિંદુસ્તાની?

pratik shah

દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!