GSTV
Home » News » ભાજપે આ નેતાને ટિકિટ આપ્યા બાદ વધતા વિવાદ વચ્ચે આવી અમિત શાહની ધમકી, કહ્યું જે નિર્ણય લીધો યોગ્ય

ભાજપે આ નેતાને ટિકિટ આપ્યા બાદ વધતા વિવાદ વચ્ચે આવી અમિત શાહની ધમકી, કહ્યું જે નિર્ણય લીધો યોગ્ય

ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞાને લોકસભાના ઉમેદવાર બનાવવા માટે પક્ષે લીધેલા નિર્ણયનો બચાવ કરતા સોમવારે જણાવ્યું કે તેમની સામે લગાવાયેલા તમામ આરોપો ખોટા છે અને માલેગાંવ વિસ્ફોટ મામલાના અસલી ગુનેગારો કાયદાથી બચી ગયા છે. ર૦૦૮માં થયેલા માલેગાંવ વિસ્ફોટ મામલે જામીનમુકત થયેલા સાધ્વી પ્રજ્ઞાને ભાજપે ભોપાલ બેઠકના ઉમેદવાર બનાવ્યા. શાહે કોલકતામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમને ઉમેદવાર બનાવવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. તેમની સામેના આરોપો નિરાધાર છે.

सवाल ये है कि स्वामी असीमानंद जी और बाकी लोगों को आरोपी बनाकर फर्जी केस बनाया तो, समझौता एक्सप्रेस में ब्लास्ट करने वाले लोग कहां है, जो लोग पहले पकड़े गए थे, उन्हें क्यों छोड़ा: श्री @AmitShah #BharatBoleNaMoNaMo pic.twitter.com/n034bjKtG1— BJP (@BJP4India) April 22, 2019

તેમની અને સ્વામી અસીમાનંદ સામે કંઇ સાબિત થયું નથી. તેમણે એવો દાવો કર્યો હતો કે અસલી ગુનેગારોને પકડયા બાદ છોડી મુકવામાં આવ્યા છે. સવાલ એ ઉઠાવવો જોઇએ કે તેમને છોડી શા માટે મુકયા ? સાધ્વીને ભાજપે જયારથી ભોપાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ સામે ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી પક્ષ ટીકાનો ભોગ બન્યો છે. જો કે સાધ્વી ઉમેદવાર બન્યા બાદ સતત અખબારોમાં મુખ્ય સમાચારોમાં ચમકે છે.

કયારેક પોતાના વિવાદિત નિેવેદનોના લીધે તો કયારેક વિપક્ષના હુમલાને લીધે. વિપક્ષે સાધ્વીની ટીકા કરી તો ખુદ વડાપ્રધાને તેમનો બચાવ કરવો પડયો હતો. એક મુલાકાતમાં વડાપ્રધાને કહ્યું કે સાધ્વીની ઉમેદવારી કોંગ્રેસને ભારે પડવાની છે. તેમણે રાહુલ અને સોનિયા ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે અમેઠી અને રાયબરેલીના કોંગ્રેસના ઉમેદવારો જામીન પર છૂટયા તો તેની ચર્ચા પણ કોઇ કરતું નથી ને ભોપાલના ઉમેદવાર જામીન પર હોય તો બહુ મોટું તોફાન સર્જી દેવાય છે.


ત્યારે બધાને જવાબ આપવા માટે સાધ્વી એક પ્રતિક છે અને તે કોંગ્રેસને ભારે પડશે. સાધ્વી પ્રજ્ઞાની વાત કરીએ તો તેમણે મુંબઇ હુમલામાં શહીદ થયેલા તત્કાલીન મુંબઇ એટીએસના વડા હેમંત કરકરે વિશે વિવાદિત નિવેદન કર્યુ હતું. તેમણે કહયું હતું કે મે આપેલા શ્રાપના કારણે જે તેનું મૃત્યું થયું હતું. આ નિવેદનના કારણે તે વિપક્ષનું નિશાન બન્યા હતા અને ચૂંટણી પંચે પણ આદર્શ આચારસંહિતાના ભંગ બદલ તેમને નોટિસ આપી હતી.

READ ALSO

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!