GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ટોટલ 11 વખત સાંસદ બનેલા મલ્લિકાઅર્જૂન ખડગેનો મોદી લહેરમાં સપાટો બોલી ગયો

કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાઅર્જુન ખડગેની મોદી લહેરમાં મોટી હાર થઈ છે. પોતાની રાજરીય કારકિર્દીમાં ખડગે કુલ  11 ચૂંટણી જીત્યા છે. તેઓ મોદીની સુનામીમાં પહેલીવાર હાર્યા. ખડગે નવ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે. કોંગ્રેસે આ વખતે ખડગેને ગુલબર્ગા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

જોકે, ભાજપના ઉમેદવાર ઉમેશ જાધવે ખડગેને 95 હજાર 452 મતથી હરાવ્યા. 2014માં તેઓ ગુલબર્ગા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા બન્યા હતા. યુપીએ સરકારમાં તેઓ રેલવે પ્રધાન, શ્રમ અને રોજગાર પ્રધાન પદે પણ રહ્યા. કર્ણાટકમાં તેઓ દલિત નેતા તરીકે વધારે જાણીતા છે.

2013માં તેઓ કર્ણાટકમાં સીએમની રેસમાં હતા. પરંતુ કોંગ્રેસે તેમને રાજ્યની કમાન સોંપવાના બદલે  રાજધાનીમાં મહત્વની જવાબદારી સોંપી હતી. 1969માં કોંગ્રેસમાં જોડણ કરનાર ખડગે 1972માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને 2008 સુધી તેઓ સતત જીતત આવ્યા. જ્યારે તેઓ બે વખત ગુલબર્ગાથી સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.

Read Also

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!