GSTV
Home » News » કોંગ્રેસનો આરોપ યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા, ડાયરીમાં છે તમામ વિગત

કોંગ્રેસનો આરોપ યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા, ડાયરીમાં છે તમામ વિગત

randeep surjewala

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, કર્ણાટકમાં યેદિયુરપ્પાની તત્કાલીન સરકારે ભાજપને 1 હજાર 800 કરોડ રૂપિયા આપ્યા હતા. કોંગ્રેસે આ પ્રકારનો ખુલાસો એક ડાયરીના આધારે કર્યો છે. સુરજેવાલાએ જણાવ્યું કે, એક મેગેજિનમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેલાવમાં યેદિયુરપ્પાના હસ્તાક્ષર પણ છે.

ડાયરીમાં ભાજપ નેતૃત્વને 1 હજાર 800 કરોડ રૂપિયા આપ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. અને ભાજપને કથાકથિત રીતે એક હજાર કરોડથી વધુની રકમ આપવામાં આવી. આ નાણા ભાજપને પહોંચાડાનાર શખ્સનું નામ પણ ડાયરીમાં લખવામાં આવ્યું છે.

ડાયરીના તમામ પેઝ પર યેદિયુરપ્પાના હસ્તાકક્ષર કરવામાં આવ્યા છે. સુરજેવાલાએ જણાવ્યુ કે, આ મામલે આવકવેરા વિભાગ, ઈડી સહિત તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી હોવના છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી નથી.

Read Also

Related posts

UPમાં રણસંગ્રામ: ભાજપનાં આ નેતા બોલ્યા, ફઇ-ભત્રીજો નકલી છે,તેમનાં શાસનમાં જ ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો હતો

Riyaz Parmar

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

Path Shah

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari