GSTV
Home » News » કોંગ્રેસ તો વિપક્ષમાંથી પણ ગઈ, વર્ષ 2014માં પણ કંઈક આવા હતા હાલાત

કોંગ્રેસ તો વિપક્ષમાંથી પણ ગઈ, વર્ષ 2014માં પણ કંઈક આવા હતા હાલાત

લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ફરી દેશમાં પીએમ મોદીના નેતૃત્વની NDAની સરકાર બનવા જઈ રહી છે. આ વખતે બીજેપી અને NDA વર્ષ 2014થી પણ વધુ સીટ પર જીત મેળવી છે.

sankalp patra bjp

આ વખતે પણ કોંગ્રેસનું પ્રદર્શન નિરાશા જનક રહ્યું છે. પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણે તે ચૂંટણી તો હાર્યું પરંતુ બીજો એક ખતરો પણ છે. હકીકતે આ વખતે કોંગ્રેસ પાસેથી સાંસદમાં વિપક્ષનો દરજ્જો પણ છીનવાઈ શકે છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસને 51 સીટો પર જીત મળી છે. વર્ષ 2014માં તેને માત્ર 44 સીટો મળી હતી. નિયમ અનુસાર કુલ લોકસભા સીટોમાંથી કમસે કમ 10 ટકા સીટો એટલે કે 55 સીટો પર જીત મેળવવી જરૂરી છે. વર્ષ 2014 અને 2019માં કોંગ્રેસ આ ન્યૂનતમ આવશ્યકતાને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની કુલ 545 સીટો છે.

16મી લોકસભામાં જ્યારે કોંગ્રેસને 44 સીટો મળી હતી. કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષ હોવાના કારણે પોતાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે માટે વિપક્ષના નેતાનું પદ માંગી રહી હતી. કોંગ્રેસની ઓછી સીટો હોવાના કારણે તેને આ પદ ન મળ્યું.

આ વખતે મલ્લિકાઅર્જુન ખડગે ગુલબર્ગ લોકસભા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. તે આ સીટથી વર્ષ 2009થી જીતતા આવતા હતા. આવામાં એક વખતે ફરી વિપક્ષના નેતાનો પદ ખાલી રહી શકે છે.

Read Also

Related posts

દેશની આ સરકારી કંપની પાસે નથી કર્મચારીને પગાર આપવાના રૂપિયા, પીએમ પાસે માગી મદદ

Path Shah

PM મોદી સફળ સેલ્સમેન, કોંગ્રેસ પોતાની પ્રોડક્ટ વેંચવામાં નિષ્ફળ રહિ તેથી હારી ગયા

Riyaz Parmar

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!