GSTV
Home » News » નેતા બને તો સંપત્તિ વધે આ નેતાની સંપત્તિમાં ઘટાડો થઈ ગયો

નેતા બને તો સંપત્તિ વધે આ નેતાની સંપત્તિમાં ઘટાડો થઈ ગયો

chirag paswan

ધારાસભ્ય અથવા તો સાંસદ બન્યા બાદ સામાન્ય જનતાને એવો વિશ્વાસ હોય છે કે આ નેતાની આવકમાં વધારો થઈ જશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે આવકમાં કેટલો વધારો થયો છે તેની જાણકારી કોઈ પણ ચૂંટણી લડનારા નેતાએ આપવાની હોય છે. જેમાં હંમેશા આવક વધ્યાનું સામે આવ્યું છે. પણ હવે એક એવા નેતાની વાત કરીએ જે સાંસદની ચૂંટણીનું નામાંકન કરવા માટે પહોંચ્યા તો આવક ગત વર્ષની સરખામણીએ ઘટી ગઈ હતી.

લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં સોમવારે નામાંકનનો છેલ્લો દિવસ હતો. ઘણા દિગ્ગજ નેતાઓએ છેલ્લા દિવસે ચૂંટણી માટે નામાંકન નોંધ્યું. બિહારમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન કરવા માટે જમુઈના સાંસદ ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા.

નામાકંન દર્જ કરવા આવેલા જમુઈના સાંસદ ચિરાગ પાસવાને પોતાની સંપત્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. પાંચ વર્ષમાં ચિરાગ પાસવાને 45 લાખની હોમ લોનની ચૂકવણી કરી છે અને 2 ફોર વ્હીલ ગાડી તેમની પાસે છે. ચિરાગ પાસવાનની હાલની કુલ સંપત્તિ 94,66066 રૂપિયા છે. જે 2014ના હિસાબે ઘટી ગઈ છે.

ચિરાગ પાસવાન પાસે કુલ 35,000 નકદ હાજરમાં છે જ્યારે બેંકમાં 12,500 રૂપિયા જમા છે. સાંસદ રહ્યા એ સમયે તેમણે 5 લાખની જીપ્સી અને એક 30 લાખની ફોર્ચ્યૂનર ખરીદી હતી. ગત્ત વર્ષ ચિરાગ પાસવાન પાસે કોઈ ગાડી નહોતી.

ચિરાગ પાસે ઘર સિવાય કોઈ સંપત્તિ કે જમીન નથી. 2014માં પણ નહોતી આ વખતે પણ નથી. 2014માં ચિરાગ પાસવાનની કુલ સંપત્તિ 10,414470 રૂપિયા હતી. જે હવે 9 લાખ રૂપિયા થઈ ગઈ છે.

2013-14ના ફાઈનાન્સિયલ યેરમાં ચિરાગની ઈનકમ 50,4387 હતી જે 2018-19માં વધીને 61,1597 થઈ ગઈ છે. 2014માં ચિરાગ પાસે 25 હજાર નકદ હતી જે હવે 35,000 થઈ ગઈ છે. 2014માં ચિરાગની પાસે બે બેંક એકાઊન્ટ હતા જેમાં 91,4470 અને 51,000 રૂપિયા હતા પણ હાલ ચિરાગના ખાતામાં 12,500 રૂપિયા જ છે. 2014માં ચિરાગે 42,4000 ઈન્વેસ્ટ કર્યા હતા પણ હવે એ પણ નથી.

READ ALSO

Related posts

પાટણ: નગરપાલિકાનાં 13 સભ્યોને જીવતદાન, પક્ષાંતર ધારાની કોંગ્રેસની અરજી ફગાવાઈ

Riyaz Parmar

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!