મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહી? આ નંબર ડાયલ કરીને ચેક કરો

2019ની સામાન્ય ચૂંટણીની ઘોષણા તાજેતરમાં જ કરવામાં આવી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરાએ ઘોષણા કરી છે કે 2019ની સામાન્ય ચૂંટણી સાત ચરણોમાં થશે અને પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે થશે. સાથે જ ચૂંટણી બાદ મત ગણતરી 23 મેના રોજ થશે. મુખ્ય ચૂંટણી આયુક્તે મતદાર યાદીમાં મતદાતાઓને પોતાનું નામ ચેક કરવા માટે સ્પેશિયલ નંબર જારી કર્યો છે.

નામ ચેક કરવા માટે જારી કર્યો આ ખાસ નંબર

ચૂંટણી આયોગે મતતદાતાઓને મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે નવો વોટર હેલ્પલાઇન નંબર 1950 જારી કર્યો છે. આ નંબર પર એક એસએમએસ કરીને આ અંગેની જાણકારી મેળવી શકાશે.

આ રીતે કરો ચેક

આ નંબર પર EPIC નંબર નાંખવાથી નામ, એડ્રેસ અને બૂથ વગેરે જાણકારી મળી જશે. આ નંબર પર કૉલ કરીને કોઇપણ વ્યક્તિ કોઇપમ પ્રકારની સૂચના, પ્રતિક્રિયા, ફરિયાદ વગેરે કરી શકો છો. તેના પર કૉલ કરતાં પહેલાં તમારા જિલ્લાનો કોડ પણ ડાયલ કરવો પડશે.

આ કૉલ સેન્ટર સવારે 9 વાગ્યાથી રાત્રે 5 વાગ્યા સુધી કામ કરશે. તમામ ટેલિકોમ કંપનીઓના નંબર પર ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરી શકશે તેથી તમામ ઓપરેટર્સને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ નંબર પર આવેલી ફરિયાદોને એનજીએસ પોર્ટલ પર રજીસ્ટર કરવા માટે કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter