GSTV
Home » News » મારો દિકરો તમારા કામ ન કરે તો તેનાં કપડા ફાડી નાખજો: પુત્રનાં પ્રચારમાં કમલનાથની હાકલ

મારો દિકરો તમારા કામ ન કરે તો તેનાં કપડા ફાડી નાખજો: પુત્રનાં પ્રચારમાં કમલનાથની હાકલ

દરેક અભિનેતા પોતાનાં પુત્રને ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે થનગની રહ્યો છે. તેવી જ રીતે દરેક અભિનેતા પોતાનાં પુત્રને ટીકિટ અપાવવા અથવા તો તેને નેતા બનાવવા માટે પ્રયાસરત રહેતા હોય છે. મધ્યપ્રદેશનાં સીએમ કમલનાથે તેમના પુત્ર નકુલનાથનો છિદવાડામાં પ્રચાર કરતા કહ્યું કે તેમનો પુત્ર કામ ન કરે તો એના કપડાં ફાડી નાખજો. છિંદવાડાથી 9 વખત સાંસદ રહેલા કમલનાથે કહ્યું કે હવે તેમંણે જનતાની સેવા કરવાની જવાબદારી તેમના પુત્રને આપી છે. તેમણે કહ્યું કે આજે હું ફક્ત તમારા પ્રેમ અને તાકાતથી આ જગ્યા પર છું. નકુલ આજે અહીંયા નથી, પરંતુ તે તમારી સેવા કરશે.

કમલનાથે પીએમ નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે કોંગ્રેસ નેતા છિંદવાડાથી 65 કિલોમીટર દૂર ધનોરા ગામમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ વિસ્તાર અમરવાડા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. મહત્વનું છે કે સીએમ કમલનાથ છિંદવાડા સીટથી 9 વાર સાંસદ રહી ચૂક્યા છે. હવે તેમણે તેમનાં પુત્ર નકુલનાથ માટે આ સીટ છોડી દીધી છે.

હાલ તો કમલનાથ છિંદવાડા વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડી રહ્યા છે. 9 એપ્રિલનાં રોજ પિતા અને પુત્રએ એક જ વિધાનસભા અને લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી ઈતિહાસ બનાવી દીધો છે. છિંદવાડામાં 29 એપ્રિલનાં રોજ મતદાન થશે. ગઈ લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપે 26 બેઠક અને કોંગ્રેસે 3 બેઠક પર જીત નોંધાવી હતી.

READ ALSO

Related posts

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

Path Shah

વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

Bansari

ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!