GSTV
Home » News » એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકિય વાતાવરણ બદલાયુ, હવે ‘મીસ્ટર નાયડુ’ શું કરશે?

એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકિય વાતાવરણ બદલાયુ, હવે ‘મીસ્ટર નાયડુ’ શું કરશે?

ગઇ કાલે 19 મેનાં રોજ લોકસભા ચૂંટણીનાં છેલ્લા તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જો કે તેલુગુ દેશમ પાર્ટીનાં વડા અને આંધ્રપ્રદેશનાં કેરટેકર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છેલ્લા કેટલાય લાંબા સમયથી વિખેરાયેલા રાજકિય માળાને ગોઠવવા માટે જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે. છેલ્લા થોડા સમયમમાં તેઓ અનેક રાજકિય પાર્ટીઓનાં વડાઓને મળી ચુક્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હોય કે પછી એનસીપી સુપ્રિમો શરદ પવાર. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવ હોય કે બસપાનાં વડા બહેન કુમારી માયાવતીજી હોય. તમામ નેતાઓ સાથે ચંદ્રાબાબુની મુલાકાતો, ગુલદસ્તા અને ભેટ આપ-લેની તસવીરો સામે આવતી રહે છે.

એક્ઝિટ પોલ આવ્યા બાદ મોટો સવાલ: મિસ્ટર નાયડું શું કરશે ?

જો કે એક્ઝિટ પોલ આવ્યા બાદ ચંદ્રાબાબુએ દાવો કર્યો હતો કે,મને 1000 ટકા ભરોસો છે કો ટીડિપી આ ચૂંટણી જીતશે,મને 0.1 ટકા પણ આશંકા નથી અમે જીતીશું તે નક્કી છે.

ચંદ્રાબાબુનું આ નિવેદન ત્યારે આવ્યું છે,જ્યારે એક્ઝિટ પોલમાં જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ, નાયડુને બહુ ખરાબ રીતે પછડાટ આપી રહિ છે. લોકસભા અને આંધ્ર વિધાનસભા બન્ને ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસ ટીડિપીને મ્હાત આપશે. પ્રદેશની 25 લોકસભા સીટોમાંથી ટાઇમ્સ નાઉ-વીએમઆરનાં પોલમાં YSR કોંગ્રેસને 18 લોકસભા બેઠકો મળશે, તો ચંદ્રાબાબુ નાયડુને માત્ર 7 સીટો મળશે. ઇન્ડિયા ટુડે-એક્સિસ પોલ મુજબ વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસ 130-135 સીટો જીતી રહિ છે. તો ટીડિપી માત્ર 37-40 બેઠકો મેળવીને સંતોષ માનવો પડશે.

હવે મીસ્ટર નાયડુ પાસે ક્યો રસ્તો?

હાલમાં તો ખુદ પર વિશ્વાસ અને ભરોસો જતાવવા સિવાય રાજનેતાઓ સાથે મુલાકાતનો રસ્તો બચ્યો છે. બસ આ કારણે જ ચંદ્રાબાબુ નાયડુ,બંગાળનાં સીએમ મમતા બેનરજી સાથે મુલાકાત કરવાના છે. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ મમતાનાં કિલ્લામાં સેંધ લાગી રહિ હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં તૃણમુલ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહેશે. આજે સાંજે મમતા દીદી સાથે મુલાકાત કરશે તો ચર્ચામાં એક્ઝિટ પોલ અને 23-મેંનાં આવનારા પરિણામો જ રહેશે.

કુમાર વિશ્વાસનાં ‘ચંદ્રાબાબુ’ અને ‘ચંદાબાબુ’

કુમાર વિશ્વાસે એક્ઝિટ પોલ જાહેર કર્યા પછી કટાક્ષ કરતા કહ્યું હતું કે,આ એક્ઝિટ પોલ વાળા પણ ઘણાં ખરા બદમાશ છે.,કમ સે કમ 23-મેં સુધી તો શાંતિથી ઉંઘવા દેવાય. તોફાની! કુમાર વિશ્વાસે ચંદ્રાબાબુને લઇને પણ કટાક્ષ કર્યો હતો. કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને કહ્યું કે, આ એક્ઝિટ પોલ બાદ ચંદ્રાબાબુને લાગી રહ્યું છે કે, બેકારમાં દિલ્હી આવીને ચંદાબાબુથી મળ્યા.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!