GSTV
Home » News » પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્વિમ બંગાળથી ચૂંટણી લડવા પર અમિત શાહનો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્વિમ બંગાળથી ચૂંટણી લડવા પર અમિત શાહનો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્વિમ બંગાળ પરથી ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. સોમવારે ભાજપના અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળમાંથી ચૂંટણી લડવાના નથી. પહેલા એવી અટકળો ચાલતી હતી કે ભાજપનાં અનુરોધ પર પ્રધાનમંત્રી મોદી પશ્વિમ બંગાળમાંથી પણ ચૂંટણી લડી શકે છે

PM modi Rajasthan

 શનિવારે પશ્વિમ બંગાળનાં ભાજપના નેતા મુકુલ રોયએ કહ્યું કે પ્રદેશ ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્વિમ બંગાળથી ચૂંટણી લડાવી શકે છે. અને પ્રદેશ ભાજપે પણ તેમની રાય પ્રધાનમંત્રી સમક્ષ મૂકી હતી

રોયે પત્રકારોને કહ્યું કે અમે પશ્વિમ બંગાળની કોઈ એક સીટ પરથી ચૂંટણી લડવાનું પ્રધાનમંત્રીને કહ્યું હતું. પરંતુ પ્રધાનમંત્રીએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નહતી. પરંતુ પ્રધાનમંત્રી અમારી વાત માનશે તેવી અમને આશા છે. જ્યારે અમીત શાહને આ વિશે પૂછવામાં આવ્યું તો  તેમણે ક્હ્યું કે અત્યારે આવી કોઈ પણ યોજના નથી

પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશનાં વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. પશ્વિમ બંગાળની 42 બેઠકો પર 7 તબક્કામાં મતદાન થશે

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!