GSTV
Home » News » આ કોણ બોલ્યું? BJP કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં

આ કોણ બોલ્યું? BJP કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં

ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો છે.ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,તેથી તેઓ પોતાની જુની પાર્ટી ભાજપ પર પ્રહારો કરવાની એક પણ તક જતી કરતા નથી. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો.

ગઇ કાલે બહાર પડેલા એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને બહુમતિ આપાવમાં આવી છે,પરંતુ કેરળમાં ભાજપને એક પણ સીટ મળતી નથી તેવું દેખાય રહ્યું છે. કેરાલાનો સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે. તેથી ભાજપ ઉપર ઉદિત રાજનો તણાવ આ મામલે જ છે.

ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ભાજપે ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવ્યા છે. જો કે તે પહેલા જ ઉદિત રાજે બળવાનાં સૂર રેલાવીને ભાજપને ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ટીકિટ ન મળી ત્યારે ઉદિત રાજે કહ્યું હતું કે,મારી ટીકિટમાં વિલંબ થતા તેમણે જણાંવ્યું કે,મને ટીકિટ આપવામાં વિલંબ થતા પુરા દેશનાં મારા દલિત સમર્થકોમાં ભારોભાર રોષ છે.જ્યારે પાર્ટી મારી વાત સાંભળતી નથી તો પછી સામાન્ય દલિતોની કેવી સ્થિતી હશે. જો મને લોકસભા ચૂંટણીમાં ફરી ટીકિટ ન મળે તો હું પાર્ટીમાંથી રાજીનામું આપીશ. તેમજ તેમણે એવું કરીને તુરત રાજીનામું ધરી દિધું હતું.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!