GSTV

મમતાના ગઢમાં અમિત શાહનું મિશન-ર૩, બંગાળની ચૂંટણી મોદી અને મમતા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

Last Updated on April 25, 2019 by

પ.બંગાળના રાજકારણમાં ડાબેરીઓને હરાવી સત્તા કબ્જે કરનાર મમતા બેનર્જી ભાજપના ભારત વિજય અભિયાનમાં મોટી મુશ્કેલી બની રહી છે. આ વખતે અમિત શાહે મિશન-ર૩ ની વાત કરી છે. એટલે કે પ.બંગાળની ૪ર લોકસભા બેઠકોમાંથી ર૩ બેઠકો પર જીત મેળવવાની વાત કરી છે. તો બીજી તરફ મમતા બેનર્જી માટે પોતાની ૩૪ બેઠકો બચાવવાનો જ નહી પણ રાજયમાં ભાજપના પ્રવેશને રોકવાનો મોટો પડકાર ઉભો થયો છે.

જ્યારે યુપી, બિહાર અને ઝારખંડ પછી પ.બંગાળ એવું રાજય છે, જયાં ભાજપને અપેક્ષિત સફળતા મળી નથી. ગત વખતે ર૦૧૪માં મોદી લહેર હોવા છતાં ભાજપને માત્ર બે જ બેઠકો મળી હતી. જેમાં એક આસનસોલ બેઠક પરથી બાબુલ સુપ્રિયો અને બીજી દાર્જીલીંગની બેઠક પરથી એસ.એેસ.આહલુવાલીયા જીત્યા હતા. ગત વખતે ભાજપને પ.બંગાળમાં પગદંડો જમાવવાની કોશિષ માટે બે કારણો હતા. એક એ કે મમતા બેનર્જીના લીધે ડાબેરીઓના મુળીયા ઉખડી રહયા છે, અને બીજું કોંગ્રેસ જનાધાર ગુમાવી રહી છે. ત્યારે ભાજપની બાજ નજર ડાબેરીઓ અને કોંગ્રેસના સમર્થકો ઉપર નજર હતી.

ત્યારે બધુ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહે તાબડતોબ પ.બંગાળમાં રપ ચૂંટણી રેલી યોજી અને આ વચ્ચે મમતા બેનર્જી આવી અને ભાજપની તમામ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું. ત્યારે તે વખતની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને ૩૯.૦પ ટકા મત મળ્યા અને તે સૌથી મોટો પક્ષ બની ગયો હતો.

એટલું જ નહી પણ ટીએમસીની મતોની ટકાવારીમાં પણ ૮.૧૩ ટકાનો વધારો થયો. જ્યારે બેઠકોની સંખ્યા જે ર૦૦૯માં ૧૯ હતી તે ર૦૧૪માં વધીને ૩૪ થઇ હતી. ત્યારે બીજા નંબરે સીપીઆઇ અને અન્ય ડાબેરી પક્ષો આવ્યા હતા. તેમને ર બેઠકો મળી પણ મતોમાં તેમની ભાગીદારી ર૯.૭૧ ટકા જ હતી. આ અગાઉ ર૦૦૯માં ડાબેરી પક્ષો પાસે ૧૫ બેઠકો હતી. પરંતુ ર૦૧૪માં હારવા છતાં ભાજપનો ઉત્સાહ વધ્યો હતો. ત્યારે ભાજપને એવી આશા હતી કે બે આંકડામાં બેઠકો મળશે પણ માત્ર બે જ બેઠક મળી હતી.જો કે ભાજપ માટે તો આ સારી શરૂ આત જ હતી. ભાજપે પ.બંગાળની તમામ ૪ર બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા અને ૧૭.૦ર ટકા મત મેળવ્યા હતા. જ્યારે તેણે કોંગ્રેસને પણ પાછળ રાખી દેતા ઉત્સાહ વધ્યો હતો.

ત્યારે શાહના મિશન-ર૩ સમક્ષ પડકારોઃ ર૦૧૪માં મમતા બેનર્જી સામેની પહેલી લડાઇમાં સન્માનજનક હાર બાદ મોદી અને શાહે પ.બંગાળને પોતાની કામગીરીનું કેન્દ્ર બનાવી દીધું અને પછી ચીટફંડ ગોટાળાના મામલે મમતા સરકાર પર દબાણ લાવવાનું અને હિન્દૂત્વના એજન્ડા ફેલાવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે બાંગ્લાદેશી મુસ્લિમોના મુદે ભાજપે મમતા બેનર્જી ઉપર એક પછી એક હુમલા ચાલુ જ રાખ્યા, પણ મમતાએ મોદી અને શાહ સમક્ષ પોતાને મજબૂત આગેવાન તરીકેની સાબિતી આપી દીધી. બીજી તરફ ભાજપની મુશ્કેલી ઓછી થઇ નથી. એક વખત તૃણમુલ કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા મુકુલ રોય ચીટફંડ ગોટાળામાં ફસાયા બાદ ભાજપમાં આવ્યા અને હાલના સમયમાં પ.બંગાળનું સુકાન અપરોક્ષ રીતે તેના હાથમાં છે. એમની વિશ્વસનીયતા સામે બંગાળના લોકોને જ શંકા છે. ત્યારે ભાજપને બીજી મુશ્કેલી એ પડી કે યોગ્ય ઉમેદવારોનો અભાવ.એટલે ભાજપે બીજા પક્ષોના ઉમેદવારો ઉધાર લેવા પડયા હતા. તે પણ બંગાળમાં ભાજપના મિશન –ર૩ માં અડચણરૂપ બની શકે તેમ છે.

READ ALSO

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!