GSTV
Home » News » રાહુલ ગાંધી બે સીટો પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

રાહુલ ગાંધી બે સીટો પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

rahul gandhi

આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સિવાય અન્ય સીટ પરથી પણ લડે તેવી  શક્યતા છે. સુત્રોનું માનીએ તો પાર્ટી તેમને કેરળના વાયનાડથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજૂ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

કેરળની વાયનાડ સીટ UDFનો ગઢ ગણાવામાં આવે છે. મુસ્લિમ બહૂમતિ ધરાવતી આ સીટ પર હંમેશા કોંગ્રસ જ જીતે છે. દિવંગત કોંગ્રેસ નેતા એમ.આઇ.શાહનવાઝે 2009 અને 2014માં અહીંથી જીત મેળવી હતી, તેમના નિધન બાદ આ વખતે પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ સિદ્દીકીને આ સીટ આપવામાં આવી હતી.

કેરળ કોંગ્રેસનું કહેવું છે કે, દક્ષિણ ભારતમાં કોંગ્રેસના પક્ષમાં લોકજુવાળ બને તે માટે રાહુલ ગાંધીને કેરળથી લોકસભાની ચૂંટણી લડવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારની કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે પણ અપીલ કરી હતી.

READ ALSO

Related posts

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur

મમ્મી-પાપા સાથે શોપિંગ પર નીકળી નાનકડી ઈનાયા, તસવીરો થઈ ગઈ વાયરલ

NIsha Patel

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ’ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!