GSTV

‘પેટ ખાલી અને યોગા કરાવે છે, ખિસ્સા ખાલી અને ખાતા ખોલાવી રહ્યા છે’ સિદ્ધૂના પીએમ પર પ્રહાર

Last Updated on April 17, 2019 by Mayur Vora

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધૂ ગુજરાતની મુલાકાતે છે અને સિદ્ધૂએ આજે ધોળકામાં કોંગ્રેસની સભા ગજવતા પીએમ મોદીના ચોકીદાર વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા. નવજોત સિદ્ધૂએ પોતાના આગવા અંદાજમા સભા ગજવતા કહ્યું હતું કે, વર્ષ 2014માં વિશ્વગુરુ બનાવવાની વાતો કરતા હતા. આજે ચોકીદારની વાતો કરી રહ્યા છે. તે ડિમોશન છે કે પ્રમોશન છે. વડાપ્રધાન ફકીર, સ્વયં સેવક અને કાર્યકર હોવાની વાત કરો છે. પણ વડાપ્રધાન છો કે નહીં તે જણાવો તેવો કટાક્ષ સિદ્ધૂઓ કર્યો છે. સિદ્ધુએ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, હું દાવા સાથે કહી શકું છુ કે ચોકીદાર ચોર છે.

અમદાવાદમાં પીએમ મોદી અને ભાજપ પર નિશાન ટાક્યું કહ્યું કે, અરે મોદીજી આ રાષ્ટ્રભક્તિ છે તમારી… પેટ ખાલી છે અને યોગા કરાવવામાં આવી રહ્યા છે, ખિસ્સા ખાલી છે અને ખાતા ખોલવામાં આવી રહ્યા છે. બધાને બાબા રામદેવ જ બનાવી દો.

સીએમ વિજય રૂપાણીએ આપી આકરી પ્રતિક્રિયા

કોંગ્રેસના સ્ટાર પ્રચારક જવજોત સિદ્ધુએ ધર્મના આધારે મત માંગ્યા છે. જેને પર સીએમ વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ કોમવાદ, લઘુમતીઓના તુષ્ટીકરણ, અને ઢોંગી બિનસાંપ્રદાયિકતા સાથે ચૂંટણી મેદાને હોવાનો આક્ષેપ લગાવ્યો. સિદ્ધૂ ઈમરાન સાથે દોસ્તી કરીને પાકિસ્તાનની દલાલી કરતા હોવાનો કટાક્ષ પણ વિજય રૂપાણીએ કર્યો હતો.

Read Also

Related posts

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

PM મોદીના હસ્તે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ, હવે તમામ ભારતીયો પાસે રહેશે માત્ર એક હેલ્થ ID

Dhruv Brahmbhatt

Digital Health Mission/ પીએમ મોદીએ આપી હેલ્થ આઈડીની ભેટ, આ રીતે રેકોર્ડ થશે તમારા સ્વાસ્થ્યની તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!