GSTV
Home » News » 26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

પૂરા પાંચ વર્ષ પછી ફરી એક વાર પીએમ મોદી કાશીમાં હશે. જો કે આ દરમિયાન તે કેટલીયે વાર કાશી ગયા છે પરંતુ આ વખતે સમય વારાણસી લોકસભા બેઠક ઉપર નૉમિનેશન માટેનો છે. મોદી લગભગ 24 કલાક માટે વારાણસીમાં રહેશે, પરંતુ તેમનો સમગ્ર કાર્યક્રમ બે દિવસમાં વહેચાયેલો છે. તેઓ 25 એપ્રિલે વારાણસી પહોંચી જશે અને 26 એપ્રિલે કચહરીમાં નૉમિનેશન દાખલ કરશે. વારાણસીમાં છે છેલ્લા તબક્કામાં એટલે કે 19 મેના રોજ મતદાન થવાનું છે.

આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશની જવાબદારી શંભાળવાવાળી પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આવું થશે તો બધાની નજર કાશીની બેઠક પર હશે.

પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ -25 એપ્રિલ
બપોરે 2.45 વાગ્યે- બીએચયુ હેલિપેડ પર આગમન
બપોરે 3 વાગ્યે- માલવીયજીની પ્રતિમા પરથી રોડ-શોનો આરંભ. રોડ શો લંકા,અસ્સી, ભદૈની. સોનારપુરા, ગોદૌલિંયા થઈને દશાશ્વમેઘ દાટ સુધી જાશે.
સાંજે 7 વાગ્યે- દશાશ્વમેઘ દાટ પર ગંગા આરતી
રાત્રે 8 વાગ્યે- સમ્મેલન કાર્યક્રમમાં કાશીના ખાસ મહેમાનોને સંબોધીત કરશે

26 એપ્રિલ
સવારે 9.30 વાગ્યેઃ કાર્યકર્તા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના બુથ અધ્યક્ષ અને ઉપરની શ્રેણીના કાર્યકર્તાઓને સંબોધન કરશે.
સવારે 11 વાગ્યેઃ કાળભૈરવ મંદિરમાં દર્શન-પૂજન
સવારે 11.15 વાગ્યેઃ નૉમિનેશન માટે કચહરી રવાના
સવારે 11.30 વાગ્યેઃ કચહરીમાં નૉમિનેશન
બપોરે 12.30 વાગ્યેઃ હોટલ તાજ ગંગેજમાં પત્રકારો સાથે વાર્તાલાપ

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

IND vs SA: કોહલીનો ધમાકો, સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

pratik shah

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!