GSTV
Home » News » ચૂંટણી પંચની લાલ આંખ: આઝમ ખાન અને મેનકા ગાંધીનાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

ચૂંટણી પંચની લાલ આંખ: આઝમ ખાન અને મેનકા ગાંધીનાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

આચારસંહિતા ઉલ્લંઘન મામલે કેન્દ્રિય ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે કેન્દ્રિય મંત્રી અને ભાજપ નેતા મેનકા ગાંધી તેમજ સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાનનાં ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મેનકા ગાંધી પર સાંપ્રદાયિક ઉચ્ચારણો કરવાનો અને આઝમખાન પર જયા પ્રદા માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનો આરોપ હતો.

ચૂંટણી પંચે લાલ આંખ કરતા  સપા નેતા  આઝમ ખાનને 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  મંગળવાર એટલે કે આવતીકાલે સવારે 10 વાગ્યાથી પ્રતિબંધ લાગુ થશે.

આરોપ શું છે?

મેનકા ગાંધીએ સુલ્તાનપુર બેઠકમાં એક રેલી દરમિયાન મુસ્લિમ મતદારોને ધમકાવતા કહ્યું હતું કે,જો તેમને ઓછા મત મળશે તો તમારા વિસ્તારમાં કામો પણ ઓછા થશે. બીજી તરફ આઝમ ખાને રામપુર બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા વિરૂદ્ધ  અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. બન્ને ઘટના મામલે ચૂંટણી પંચને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. બન્ને નેતાઓનાં નિવેદનથી ભારે વિવાદ થયો હતો.

યોગી-માયાવતીને પહેલા લગાવી ફટકાર

આ પહેલા સોમવારે ચૂંટણી પંચે કડક હાથે નિર્ણય લેતા યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રિમો માયાવતી પર ગાજ વરસી હતી. સીએમ યોગીનાં ચૂંટણી પ્રચાર કરવા પર 72 કલાક અને માયાવતીનાં ચૂંટણી પ્રચાર કરવા પર 48 કલાકની પાબંદી લગાવી છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah