GSTV
Home » News » રાહુલને કોંગ્રેસની ‘ગાળ ગેંગ’ના પ્રમુખ ગણાવી ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચમાં, આ છે કારણો

રાહુલને કોંગ્રેસની ‘ગાળ ગેંગ’ના પ્રમુખ ગણાવી ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચમાં, આ છે કારણો

દેશમાં ચૂંટણીનો માહોલ અત્યારે ચરમ સીમા પર પહોચ્યોં છે. ત્યારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જ્યારે ચૂંટણી પંચ સાથેની મીટિંગ પત્યા પછી કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન સામે અસ્પૃશ્ય પ્રકારની ભાષા બોલીને તમામ પ્રકારની મર્યાદા પાર કરી છે. તેઓ કોંગ્રેસના ‘ગાળ ગેંગ’નાં પ્રમુખ છે. અમે માંગ કરી છે કે તેમના નિવેદનો સામે પગલાં લેવા જોઈએ.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન , નલીન કોહલી સાથે નકવી પણ આ પ્રતિનિધિમંડળમાં હાજર હતા. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાથી ‘ચૌકીદાર ચોર હે ના સૂત્ર સાથે સતત ચર્ચામાં છે.

તેઓ ઘણા ચૂંટણી નાં મંચો પરથી વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છે. અને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ ટિપ્પણીનો ઘણો ઉપયોગ કરે છે. ત્યારે ખાસ કરીને રાફેલ મુદ્દા પર, રાહુલ ગાંધી ઘણીવાર વડા પ્રધાન મોદીને ઘેરે છે.

જ્યારે આ નિવેદન પર ભાજપ સતત પ્રતિક્રિયા આપી રહ્યું છે. ત્યારે તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ મૈ ભી ચૌકીદાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું છે કે હું ગાળને પોતાનું આભૂષણ બનાવી લઉ છું.

READ ASLO

Related posts

એર ઈન્ડિયાનું વિમાન તોફાનની ઝપટમાં આવી જતા પ્લેનને નુકસાન, એક ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત

Arohi

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

જ્યાં આજે PM મોદી અને ટ્રમ્પ મળશે તે NRG સ્ટેડિયમ: જાણો આ સ્ટેડિયમની વિશેષતાઓ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!