GSTV

ફરી સાધ્વી બોલ્યા કડવા વેણ, ભાજપ બેકફૂટ પર તો કોંગ્રેસે સાધ્યું નિશાન

Last Updated on May 16, 2019 by

નથુરામ ગોડસે પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવેદનથી ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપને નિશાને લેતા કહ્યું કે ભારતની આત્મા ગોડસેના વંશજોના કારણે ખતરામાં છે. ભાજપના નેતા ભારતના રાષ્ટ્રપિતાના હત્યારાને સાચો દેશભક્ત ગણાવી રહ્યા છે. અને દેશ માટે જીવ આપનારા હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવી રહ્યા છે.

તો બીજી તરફ ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે સાધ્વી પ્રજ્ઞાસિંહના નિવેદનની નિંદા કરી. BJP પ્રવક્તાએ જણાંવ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદન સાથે અસહમત છે. અમે તેની પાસેથી સાર્વજનીક રીતે માફીની માંગણી કરી છે.

ત્યાં જ ભોપાલ સીટનાં કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વીજય સિંહે સાધ્વી પ્રજ્ઞાનાં નિવેદન પર ભાજપ પર આકરા હુમલા કર્યા છે. તેમણે કહ્યું છે કે, મોદી જી, અમિત શાહ જી અને પ્રદેશ ભાજપ આ બયાન મુદ્દે દેશ પાસે માફી માગવી જોઇએ. હું તેમનાં આ નિવેદનની નિંદા કરૂં છું.નાથુરામ ગોડસે એક હત્યારો હતો. તેનાં ગુણગાન કરવા એ દેશદ્રોહ છે.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!