GSTV
Home » News » સંસદના નવા કેલેન્ડરમાંથી સંવિધાનની પ્રસ્તાવનાનું પાનું ગાયબ, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરી

સંસદના નવા કેલેન્ડરમાંથી સંવિધાનની પ્રસ્તાવનાનું પાનું ગાયબ, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરી

સંસદમાં લોકતાંત્રિક મૂલ્યોના પક્ષધર લોકસભાના અધ્યક્ષે જ સંવિધાનની પ્રસ્તાવનને નજરઅંદાજ કરી રહ્યા છે.લોકસભા સચિવાલયે 2020ના જે કેલેન્ડરને મંજૂરી આપી છે, તે સંવિધાનની મહાનતા અને તેના મહત્વ પર આધારિત છે. આ કેલેન્ડરમાં દરેક પાના પર સંવિધાનના સ્વર્ણ અક્ષરવાળા પાનાઓની કોપી આપવામાં આવી છે.

જાન્યુઆરી મહિનાના શરૂઆત ભાગ-22થી થઈ રહી છે. જેમાં સંક્ષિપ્તમાં નામ, પ્રારંભ અને તેના વિવરણનો ઉલ્લેખ છે. ફેબ્રુઆરી મહિનામાં સંવિધાનમાં યુનિયન અને તેની ટેરિટરીની વ્યાખ્યા આપવામાં આવી છે. માર્ચ મહિનામાં ભાગ-3 મૂળભૂત અધિકારો આપ્યા છે પણ પ્રસ્તાવના ક્યાંય નથી.

હટાવી દીધું સંવિધાનના પ્રસ્તાવનાવાળું પાનું

સચિવાલયના અધિકારીઓએ સંવિધાનની પ્રસ્તાવના વાળું પાનું 2020ના કેલેન્ડરમાં સામેલ કર્યું હતું. ફાઈલ આગળ ગઈ, બાદમાં તેને હટાવી દેવામાં આવ્યું. જાણવા મળ્યું છે કે, સંવિધાનની પ્રસ્તાવનાથી અધિકારીઓ આંખ બંધ કરી તેને નજરઅંદાજ કરી દીધું છે. જણાવી દઈએ કે, આ ફાઈલને છેલ્લે લોકસભા અધ્યક્ષ તરફથી મંજૂરી મળે છે.

શા માટે જરૂરી છે સંવિધાનની પ્રસ્તાવના

કેલેન્ડરમાં દરેક પાના પર ભારતીય સંવિધાનનું ચિન્હ છે, પણ પ્રસ્તાવના નથી. સંવિધાનની પ્રસ્તાવના આપણા ભારતીય સંવિધાનની આત્મા છે. જેમાં ભારતીય સંવિધાનનો સાર, ઉદ્ધેશ્ય, લક્ષ્ય, દર્શન અને અપેક્ષાઓ સમાવેલી છે. પ્રસ્તાવના એ જાહેર કરે છે કે, સંવિધાનને પોતાની શક્તિ સીધા દેશના જનતા પાસેથી મળે છે.

પ્રસ્તાવના વગરના સંવિધાનનો કોઈ જ અર્થ નથી

લોકસભા સચિવાલયના અમુક અધિકારીઓ પણ આને ગંભીર ઘટના માને છે, પણ મોટા ભાગના અધિકારીઓના મોઢા પર તાળા લાગેલા છે. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદા સહિત તમામ મુદ્દાઓ પર વિરોધ થઈ રહ્યો છે.પંથ નિરપેક્ષ અને ધર્મ નિરપેક્ષ પણ મોટો મુદ્દો બની ગયો છે. તેથી બની શકે છે કે, આવી પ્રસ્તાવના પ્રકાશિત કરવામાં વાંધો આવે.આ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મારો પોતાનો મત છે કે, પ્રસ્તાવના વગરના સંવિધાનનો કોઈ જ અર્થ નથી.

READ ALSO

Related posts

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

Nilesh Jethva

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!