GSTV
Home » News » લોકસભા ચૂંટણી જંગના આ છે સૌથી અમીર આ ઉમેદવાર,વડાપ્રધાન મોદીને હટાવવા ઉતર્યા છે મેદાનમાં

લોકસભા ચૂંટણી જંગના આ છે સૌથી અમીર આ ઉમેદવાર,વડાપ્રધાન મોદીને હટાવવા ઉતર્યા છે મેદાનમાં

આ વખતના લોકસભા ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારોમાં સૌથી વધારે અમીર ઉમેદવાર છે  રમેશકુમાર શર્મા અને તે અપક્ષ ચૂંટણી લડી રહયા છે. વડાપ્રધાન મોદીને હટાવવા માટે જ તે મેદાનમાં ઉતર્યા હોવાનું જણાવે છે.  આ વખતના લોકસભા ચૂંટણી જંગની કેટલીય વાતો રોચક અને અવનવી, અદભૂત છે. જેમાં કેટલીક વાતો જાણીને તમે દંગ રહી જશો.આવી જ એક વાત છે આ ચૂંટણી જંગમાં ઉતરેલા સૌથી વધારે અમીર ઉમેદવાર રમેશકુમાર શર્માની. રમેશ શર્મા બિહારના પાટલીપુત્રની બેઠક પરથી ચૂંટણી લડી રહયા છે અને તે કોઇ પક્ષમાંથી નહી પણ અપક્ષ લડી રહયા છે તેની વાર્ષિક આવક બહુ મોટી નથી, પણ નવી મુંબઇમાં તેની જમીનની કિંમતે જ તેને સૌથી અમીર ઉમેદવાર બનાવ્યા છે. રમેશકુમાર વ્યવસાયે ઇજનેર છે અને ર૦૧૯ના નાણાકીય વર્ષમાં તેની આવક પ૮૧૯૪૩ હતી. તેની ૧૧૦૭ કરોડની કુલ સંપતિમાં ૭.૦૮ કરોડની જંગમ મિલ્કત છે,જયારે ૧૧૦૦ કરોડની સ્થાવર મિલ્કત છે. તેની જંગમ મિલ્કતમાં હાથ ઉપર રોકડ પપ૦૦૦ છે, બેંકમાં બેલેન્સ રૂ.૧૪૧૯૩ છે અને ૮૦-૮૦ હજારની બે એફડી (ફિકસ ડિપોઝીટ) છે. રમેશકુમાર પાસે નવી મુંબઇમાં ૩૧ એકર ખેતીની જમીન છે. તમને થતું હશે કે તે જમીન તેને વારસામાં મળી હશે પણ એવું નથી. તેને વારસામાં પ.૪૦ એકર જમીન મળી હતી અને બાકીની જમીન તેમણે ૧૯૯૭થી ર૦૦ર દરમિયાન ૧.૩૧ કરોડમાં ખરીદી હતી.જમીન ઉપરાંત તેની પાસે મુંબઇમાં ૬ કોમર્શીયલ પ્રોપર્ટી છે જે તેણે ૧૯૮૪થી ર૦૦૬ દરમિયાન ખરીદી હતી.તેની કિંમત ૧૬ કરોડ છે. રમેશકુમાર પાસે ત્રણ ફલેટ પણ છે જેમાં બે નવી મુંબઇ અને એક ગુજરાતમાં છે.

શા માટે છે ચૂંટણીમાં ?

 રમેશકુમાર કહે છે કે તે વડાપ્રધાન મોદીને હટાવવા માગે છે અને એ માટે જ તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તે કહે છે કે નોટબંધી કરીને વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી તેમના નાણા પડાવી લીધા છે. દેશમાં દરેક જગ્યાએ ગુના  થાય છે અને તે લોકો દેશને લૂંટી રહયા છે.હું આ ચૂંટણી મોદી સામે લડી રહયો છું.

Read Also

Related posts

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!