GSTV
Home » News » Logitech MK235 કીબોર્ડ રિવ્યૂ : વાયરલેસ કીબોર્ડ અને માઉસના પૈસા વસૂલ

Logitech MK235 કીબોર્ડ રિવ્યૂ : વાયરલેસ કીબોર્ડ અને માઉસના પૈસા વસૂલ

લૉજીટેકે હાલમાં ભારતમાં પોતાનું નવુ વાયરલેસ કીબોર્ડ એમકે 235ને વાયરલેસ માઉસની સાથે રજૂ કર્યુ છે. આ કીબોર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં મગલ અને કુર્તીદેવ બંને હિન્દી ફૉન્ટ આપવામાં આવ્યા છે. આ સિવાય આ કીબોર્ડ વાયરલેસ છે, જે 10 મીટર દૂરથી કોઈ પણ પરેશાની વગર કામ કરે છે. આ કીબોર્ડની કિંમત 1599 રૂપિયા છે અને તેને તમે એમેઝોન પરથી ખરીદી શકો છો. અહીં તમને જણાવવાનું કે આ કિંમતમાં જ તમને વાયરલેસ માઉસ અને યૂએસબી કનેક્ટર (નેનો રિસીવર) પણ મળે છે. એવામાં તમારે પરેશાન થવાની જરૂર નથી. MK 235 મલ્ટિલિંગુઅલ કીબોર્ડનો અમે એક અઠવાડિયા સુધી ઉપયોગ કર્યો છે, તો આવો રિવ્યૂમાં જાણીએ છીએ કે આખરે કેવુ છે આ કીબોર્ડ અને આ કીબોર્ડ તમને મોંઘુ તો પડી રહ્યું નથી ને.

MK235 કીબોર્ડની સ્પેસિફિકેશન

આ કીબોર્ડની લંબાઈ 17.15 ઈંચ અને પહોળાઈ 5.41 છે, જે ઉપયોગ કરવાની દ્રષ્ટિએ શાનદાર છે. કંપનીએ તેમાં કુલ 100 કી આપી છે. જેમાં તમને અલગથી ન્યૂમેરિક કી પણ મળે છે, આ રીતે તમને પસંદ આવશે. કંપનીનો દાવો છે કે આ કીબોર્ડ 10 મીટર દૂરથી કામ કરશે. લૉજીટેકના આ દાવાની જાણીતી અગ્રગણ્ય ન્યૂઝ વેબસાઈટે તપાસ પણ કરી છે. જેની તપાસમાં કંપની દ્વારા કરાયેલ આ કીબોર્ડના વાયરલેસ રેન્જનો દાવો સાચો નિકળ્યો. એવામાં તમે આ કીબોર્ડનો ઉપયોગ કોઈ પણ ઈવેન્ટમાં મોટી ડિસ્પ્લેની સાથે પણ કરી શકો છો.

આ સાથે તમને 3 વર્ષની વોરંટી પણ મળી રહી છે. સાથે જ કંપનીનો દાવો છે કે કી પર પ્રિન્ટ થયેલા અક્ષર અને અંક જલ્દી ભૂસાશે નહીં. કીબોર્ડની સાથે તમને માઉસ અને નેનો યૂએસબી રિસીવર મળે છે અને સાથે મળે છે ત્રણ બેટરી, જેમાંથી બે કીબોર્ડ માટે અને એક માઉસ માટે છે. માઉસની સાઇઝ 3.85 ઈંચ છે. કંપનીનો દાવો છે કે આ કીબોર્ડ 128 બિટ વાયરલેસ એડવાન્સ્ડ ઈનક્રિપ્શન સ્ટાન્ડર્ડ (AES)થી સજ્જ છે અને એવામાં તેની હેક થવાની સંભાવના ખૂબ ઓછી છે. બેટરીને લઇને કંપનીએ 1 વર્ષનો બેકઅપનો દાવો કર્યો છે અને રસપ્રદ વાત એ છે કે તમારે આ બેટરીને ચાર્જ કરવાની જરૂર નથી.

MK235 કીબોર્ડનું પરફૉમન્સ

જ્યાં સુધી MK235 કીબોર્ડ, માઉસ અને તેની સાથે મળતુ નેનો રિસીવરના પરફોમન્સનો સવાલ એ છે કે આ ત્રણેય પ્રોડક્ટ્સ તમને પસંદ આવશે, કારણકે એક અઠવાડિયા સુધી ઉપયોગ કરવામાં અમને કોઈ સમસ્યા આવશે નહીં. કીબોર્ડમાં આપવામાં આવેલી કી યોગ્ય પદ્ધતિથી કામ કરે છે. તેમાં અટકવા જેવી કોઈ સમસ્યા રિવ્યૂ દરમ્યાન સામે આવી નથી. આમ તો આ કીબોર્ડમાં 100 કી છે, પરંતુ અન્ય કીને એક જ કીમાં આપવામાં આવી છે. એવામાં મલ્ટિકી કીબોર્ડ તમને સારો અનુભવ આપશે. આ કીબોર્ડમાં તમને કેટલીક શોર્ટકટ કી પણ મળે છે, જેની મદદથી તમે કોઈ પણ સમયે ડેસ્કટૉપ/હોમ, કેલ્ક્યુલેટર, સર્ચ બાર વગેરેને ઓપન કરી શકો છો, તે પણ એક ક્લિક પર.

આ સિવાય આ કીબોર્ડની મદદથી તમે ક્રુતિદેવ અને મંગળ (યૂનિકોડ) બંને પ્રકારની હિન્દી ટાઈપ કરી શકો છો, જોકે, કીબોર્ડની કી પર જે હિન્દી ફૉન્ટ પ્રિન્ટ કરવામાં આવ્યા છે, તે ક્રુતિદેવ છે. તો જો તમે નોટપેડમાં ટાઇપ કરી રહ્યાં છો તો તમે ફક્ત યૂનિકોડ અને અંગ્રેજીમાં ટાઇપ કરી શકશો, પરંતુ જો તમે એમએસવર્ડમાં ટાઇપિંગ કરો છો તો તમે ક્રુતિદેવ (રેમિંગટન), યૂનિકોડની સાથે-સાથે અંગ્રેજીમાં પણ ટાઇપ કરી શકશો. કીબોર્ડની મજબૂતી પણ સારી છે અને બિલ્ટ ક્વોલિટી પણ બેટર છે.

માઉસનો ઉપયોગ કરતી સમયે તે હાથમાં યોગ્ય રીતે ફિટ થાય છે, કીબોર્ડ અને માઉસની રેન્જ વધારે સારી છે અને તમે દૂર બેસીને તેનો ઉપયોગ કરી શકો છો. આમ લૉજીટેકે MK235 કીબોર્ડના રૂપમાં એક સારી પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી છે. કીબોર્ડનો આ કૉમ્બો પેક તમને નિરાશ કરશે નહીં.

READ ALSO

Related posts

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi

કોળી સમાજના સંમેલનમાં કરાયું નક્કી, કોંગ્રેસને મત નથી આપવાનો

Mayur