કોરોના વાઈરસને પગલે લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૪૭૬૭ જણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગઈ કાવે એક જ દિવસમાં પોલીસે ૬૩૯ વાહનો કબજે કરીને વાહનચાલકોને રૂ.૭,૩૬,૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. જાહેરનામાનો ભંગ કરનારા કુલ ૫૮ જણાની 25 ડ્રોન મારફતે ધરપકડ કરવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરવાના ૧૫૮૦ ગુના નોંધાયા
કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા લોકડાઉન જાહેર કરાયું હોવા છતા લોકો કામ વગર બહાર નીકળી પડે છે. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં જાહેરનામાનો ભંગ કરવાના ૧૫૮૦ ગુના નોંધાયા હતા જેમાં ૪૭૬૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય ૨૫ ડ્રોનની મદદથી ૧૮ ગુના નોંધવામાં આવ્યા હતા જેમાં કુલ ૫૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.બીજીતરફ હોમ ક્વોરન્ટાઈનમાં રહેલા ૧૯૬૨ વ્યક્તિઓની પોલીસે ચકાસણ કરી હતી.પોલીસમાં રજીસ્ટર્ડ થયેલા ૩૦૦૦ સીનીયર સિટીઝન પૈકી પોલીસની શી ટીમે ૭ એપ્રિલના રોજ ૨૧૦ જણાની મુલાકાત લીધી હતી અને તેમની તકલીફો દુર કરવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ઉપરાંત દરિયાપુર હોલસેલ માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું.
ડ્રોનની મદદથી સેનીટાઈઝેશન શરૂ
ડ્રોનની મદદથી સેનીટાઈઝેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત ગાયકવાડ હવેલીથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના ૮ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્રણ આઈસોલેશન સેન્ટર પૈકી પ્રત્યેક સેન્ટર પર એક પીએસઆઈ અને ચાર પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….