GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

માલિકે નોકરીમાંથી કાઢી મુકી! સુરતની ગર્ભવતી મહિલા 1,066 કિમી ચાલીને ઘરે પહોંચી, જાણો રસ્તામાં શુ શું બન્યું

સુરત

Coronavirusને કારણે, દેશભરમાં લોકડાઉન (Lockdown) થતાં ગરીબ કામદારોની કમર તૂટી ગઈ છે. ગુજરાતના સુરતમાં કામ કરીને પેટિયું રળતી સાત મહિનાની ગર્ભવતી મહિલા 1,000 કિલોમીટરથી વધુનું અંતર પોતાના બે વર્ષના બાળક સાથે ચાલતા કાપીને બાંદા જિલ્લાના તેના વતનના ગામ પહોંચી ગઈ છે. બાંદાથી સુરત સુધીના રસ્તાનું અંતર 1,066 કિલોમીટર છે. આ મહિલા તેના પતિ સાથે ગુજરાતના સુરતમાં એક ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતી હતી. તેને બે વર્ષનું બાળક પણ છે.

પગાર વિના કાઢી મુક્યા ફેક્ટરી માલિકે  

બાંદા જિલ્લાના કામસીન પોલીસ સ્ટેશન વિસ્તારના ભાડાવળ ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે 24 માર્ચ (મંગળવાર) ની સાંજે લોકડાઉનની ઘોષણા પછી ફેક્ટરી માલિકે તમામ કામદારોને પગાર વિના કાઢી મુક્યા હતા. જેથી તેમની પાસે કોઈ વિકલ્પ ન રહેતાં રેલ્વે પાટે વતનની વાટ પકડી હતી. કોઈ રોડ, રસ્તા પણ ચાલુ ન હતા. કોઈ વિકલ્પ ન હતો, ત્યારે અમે રેલ્વે પાટા દ્વારા બે વર્ષના બાળકને તેડીને ચાલતા હતા. રસ્તામાં ભગવાન સિવાય કોઈએ મદદ કરી નથી.

રસ્તામાં ગામના લોકોએ ગોળ અને પાણી આપ્યા

તેમણે કહ્યું રસ્તામાં ગામ તો ઘણાં આવ્યા, જ્યાં લોકોએ પીવા માટે પાણી અને થોડા ગોળ ગામવાળા ખાવા માટે આપતા હતા. મહિલાએ કહ્યું કે “ગુરુવારે સુરતથી નીકળી ગયા હતા અને મંગળવારે સવારે બાંદા પહોંચ્યા હતા. દિવસની યાત્રા દરમિયાન ઘણી વખત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તે મળી ન હતી.”

ઘરે જ બધાને ક્વોરન્ટાઈન રખાશે

બાંદ્રા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (સીએમએસ) પૂર્ણાનંદ મિશ્રાએ જણાવ્યું હતું કે, દંપતી મંગળવારે બાંદા આવ્યા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક તપાસ અને સારવાર અપાયા બાદ તેઓને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ગામ ભદાવલ મોકલવામાં આવ્યા છે. જ્યાં તેઓ પોતાના ઘરે જ બધાને ક્વોરન્ટાઈન રાખશે.

Read Also

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!