દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે એવું નવા વધી રહેલા પોઝીટીવ કેસ બતાવી રહ્યા છે. જ્યારે અમેરિકામાં 15 કે 20 હજાર કેસ આવતા ત્યારે આશ્ચર્ય થતું. આજે દેશમાં એ સ્થિતિ પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 3 દિવસમાં જ 76 હજારથી વધુ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં દિવસેને દિવસે કોરોનાના નવા પોઝીટીવ કેસની સંખ્યા જે રીતે વધે છે તે જોતાં રોજ નવા 50 હજારથી પણ વધારે કેસ થવામાં વાર નહીં લાગે. જો દેશમાં કોઈ નક્કર પગલાં નહીં ભરાય તો. છેલ્લા 4 દિવસમાં 1 લાખ કેસ થયા છે. જે સ્થિતિ બગડી રહી હોવાનું જણાવે છે. દેશમાં દરરોજ 25 હજારથી વધુ નવા કેસ ફૂટી રહ્યા છે. કોરોનાની ચેઈન તોડવી હવે વધુ મુશ્કેલ બની ગઈ છે. દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને અટકાવવા લોકડાઉન સિવાય કોઈ ઉપાય કારગર નહીં નિવડે. હાલની સ્થિતિ જોતાં કડક અમલવારી સાથેનું વધુ એક વખત લોકડાઉન ફરજિયાત રાખવું પડશે. એઈમ્સના ડો. ગુલેરિયાએ પણ 14 દિવસ કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન કરવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. દેશમાં 6 રાજ્યોએ કોરોના અટકાવવા લોકડાઉનની અમલવારી કરી પણ દીધી છે. હજુ અન્ય રાજ્યોએ લોકોને તેમના ભરોશે ન છોડી દેતાં કંઈક નક્કર પગલાં ભરવા પડશે.

ઉત્તર પ્રદેશમાં 10 દિવસમાં નવા 10 હજાર કેસ વધ્યા
દેશમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કેરળ, આસામ સહિતના અનેક રાજ્યોએ સ્વતંત્ર રીતે લોકડાઉન લાગુ કરી કડક કાર્યવાહી સાથે કોરોના સામે લડી રહ્યા છે. નાના રાજ્યો પોતાની રીતે માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારો વધતાં લોકડાઉન લાગુ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 10 દિવસમાં વધુ નવા 10 હજાર કેસ આવતાં જ લોકડાઉન લાગુ કરી દીધું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં 33700 નવા કેસ આવ્યા છે. જેમાં હાલ 11 હજાર એક્ટિવ કેસ છે. છતાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન શરૂ થઈ ગયું છે, જે 13 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ 55 કલાકના લોકડાઉનમાં જરૂરી સેવાઓ ચાલુ રહેશે. પરંતુ ગામડાઓ અને શહેરોમાં બજાર, સરકારી અને બિન-સરકારી કચેરીઓ બંધ રહેશે. લોકડાઉન દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનિટાઇઝેશન કરવામાં આવશે.


પટનામાં ફક્ત 1558 કેસ છતાં કરાયું છે સંપૂર્ણ લોકડાઉન
બિહારમાં ફક્ત 14,300 કેસ નોંધાયા છે છતાં લોકડાઉન કરી દેવાયું છે. પટણામાં ફક્ત 1558 કેસ છતાં 10થી 16 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું છે. આવશ્યક સેવાઓ ચાલુ છે. મધ્યપ્રદેશમાં 16657 કોરોના સંક્રમણના કેસ આવ્યા છે. જેમાં સૌથી અસરગ્રસ્ત ઈન્દોર અને ભોપાલ છે. જ્યાં પણ રાજ્ય સરકારે ફરી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કેરળમાં 6951 કોરોના સંક્રમણના કેસ આવ્યા છે. જેમાં તિરુવનંતપુરમમાં તો ફક્ત 633 નવા કેસ હોવા છતાં લોકડાઉનની જાહેરાત કરી છે. સોમવારથી કડક લોકડાઉન અમલી છે. આસામમાં કોરોના સંક્રમણના 15537 પોઝીટીવ કેસ આવ્યા છે. જ્યાં કેસોમાં સતત વધારો થતાં 28 જૂનથી 12 જુલાઈ સુધીનું 14 દિવસનું ગુવાહાટીમાં લોકડાઉન લાગુ કર્યું છે. અન્ય વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મણિપુર સરકારે પણ 15 દિવસનું લોકડાઉન કર્યું છે.

10 દિવસમાં કોરોનાથી બદલાઈ ગઈ સ્થિતિ
દેશમાં જૂન મહિનામાં 20 હજારથી પણ ઓછા કેસ દરરોજ આવતા હતા. આજે 10 દિવસમાં સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. કોરોના સંક્રમણના કેસો આજે 25 હજારથી પણ વધારે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 27 હજારથી વધુ પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં હાલ 2.83 લાખથી પણ વધારે એક્ટિવ કેસ છે. કોરોનાથી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ કોરોનાની ચેઈન તોડવા જો નક્કર પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં બ્રાઝીલ અમેરિકાને પણ ભારત પાછળ રાખી વિશ્વમાં સૌથી વધુ સંક્રમિત દેશ બનતાં વાર નહીં લાગે. દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ગુજરાત સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે.
READ ALSO
- હલ્લાબોલ: અમરેલી કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો બની રણચંડી, પગાર વધારાને લઈએ દેખાવો
- CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત
- નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં
- મોટા સમાચાર/ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ નરેન્દ્ર મોદી, આજે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ફાયદાનો સોદો/ કોરોના વેક્સીન આવવાથી આ સેક્ટરને સૌથી વધુ લાભ, લાખો લોકોને મળશે રોજગાર-નવી નોકરીઓ