GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી સુધી લોકડાઉન : હજુ એક સપ્તાહ બાદ છૂટછાટનો મળશે લાભ

Lockdown

કોરોના વાયરસના મુકાબલા માટે દેશમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. દેશવ્યાપી લોકડાઉનનો ચોથો તબક્કો પૂરો થવામાં એક દિવસ બાકી હતો ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં લોકડાઉન-ફાઇવનું એલાન કર્યું છે. આ લોકડાઉન દેશમાં એક જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. આ દરમિયાન દેશમાં રાત્રીના નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. સરકારે આ માટેની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. લોકડાઉન પાંચમાં કંટેનમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે જે ગાઇડ લાઇન બહાર પાડી છે તે પ્રમાણે 8 જૂનથી દેશમાં અનલોક-વનની શરૂઆત થશે.

સરકારે ત્રણ ફેઝ તૈયાર કર્યા છે

સરકારે આ માટે ત્રણ ફેઝ તૈયાર કર્યા છે. જેમાં 8 જૂનથી પહેલા તબક્કામાં શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, હોસ્પિટાલિટી સર્વિસ અને ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જે એસઓપી બહાર પાડવામાં આવી છે તેનું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે.

બીજા તબક્કામાં આટલી છૂટછાટ મળશે

બીજા તબક્કામાં સરકાર શાળા-કોલેજ, એજ્યુકેશનલ, ટ્રેનિંગ, કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ વગેરે ખોલવાનો નિર્ણય જુલાઇ મહિનામાં લેશે. પરંતુ તેના માટે પહેલા રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સંસ્થાઓ, વાલીઓ અને તમામ હિતધારકો સાથે ચર્ચા –વિચારણા કરવામાં આવશે.

ત્રીજા તબક્કો લોકડાઉનનો અંતિમ તબક્કો હશે

ત્રીજા તબક્કો લોકડાઉનનો અંતિમ તબક્કો હશે. જે બાદ ભારતનો નજારો તેવો જ હશે કે જેવો 24 માર્ચ પહેલા હતો.. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ્સ, જીમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, બાર અને ઓડિટોરિયમ તથા એસેમ્બલી હોલ ખોલવામાં આવશે. પરંતુ તે પહેલા સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં જ સામાજીક, રાજકીય, ખેલ, મનોરંજન, સાંસ્કૃતિક ગતિવિધીને ખોલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ત્રીજા તબક્કો લોકડાઉનનો અંતિમ તબક્કો હશે

ગૃહ મંત્રાલયે નવા દિશા-નિર્દેશમાં જણાવ્યું છે કે એકથી બીજા રાજ્યમાં જવા માટેનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં એકથી બીજા જિલ્લામાં જવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે.. જો કે આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. નવા નિયમ પ્રમાણે હવે કોઇ પણ પ્રવાસીએ દેશમાં ક્યાંય પણ જવા માટે કોઇ પણ પાસ કે મંજૂરી લેવી પડશે નહીં. કંટેનમેન્ટ ઝોનમાં જરૂરી સેવાને બાદ કરતા બાકીની તમામ સેવાઓ બંધ રહેશે. કંટેનમેન્ટ ઝોનની ઓળખ જિલ્લા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. કંટનમેન્ટ ઝોનમાં લોકડાઉનના નિયમોને કડકાઇથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે.. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યો કંટેનમેન્ટ ઝોનની બહાર અમુક ગતિવિધી પર રોક જણાઇ તો લગાવી શકશે.

READ ALSO

Related posts

2500 રૂપિયામાં અહીં મળતો હતો Corona નેગેટિવનો રિપોર્ટ, લાગતી હતી આ કારણે લાઈનો

Arohi

હોંગકોંગ મુદ્દે બ્રિટન અને ચીન વચ્ચે તકરાર વધી, આ કરારના ઉલ્લંઘન બાદ વિશ્વાસ મૂકવો અશક્ય

Mansi Patel

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, હવે અહીં જઈ પણ નહીં શકે સૈનિકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!