GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અનલોક-01નાં મહિના બાદ પણ અમદાવાદનાં રતનપોળમાં ગ્રાહકોની મંદી, તહેવારોમાં ધંધો થાય એવી વેપારીઓને આશા

અમદાવાદમાં આવેલું રતન પોળ બજાર ખરીદી માટે જાણીતું છે જોકે હાલ આ બજારના વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે બજાર ખૂલ્યા ને એક મહિના જેવો સમય થયો હોવા છતાં જોઈએ તેવો ધંધો થઈ રહ્યો નથી. કોરોના અને lockdownને વેપાર ઉદ્યોગને અસર પહોંચાડી છે. lockdown ખુલ્યા પછી પણ બઝાર ની આર્થિક સ્થિતિમાં બહુ સુધારો થયો નથી. અમદાવાદમાં આવેલ રતનપોળ માર્કેટની પણ આજ સ્થિતિ છે અહીં મોટા પાયે કાપડ માર્કેટ આવેલું છે.

અહીં લગ્નની ખરીદી માટે લોકો વિવિધ શહેરોમાંથી અહીં આવતા હોય છે. માર્કેટમાં ભારે ભીડ જોવા મળતી હોય છે ચાલતા નીકળવું મુશ્કેલ હોય ત્યારે વાહન લઈને જવાનો વિચાર પણ ન કરાય પરંતુ અત્યારે આ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે ગ્રાહકો આવતા નથી માર્કેટમાં થોડા ઘણા ગ્રાહકોની અવર જવર ને બાદ કરતા વેપારીઓ દુકાનમાં આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. લગ્નની સિઝનમાં સારી એવી કમાણી વેપારી કરી લેતા હોય છે પરંતુ આ વર્ષે આ સીઝન નિષ્ફળ નીવડી છે ત્યારે ગ્રાહકોના અભાવે દુકાનનું વીજબિલ માણસોનો પગાર કરવો કઠિન પડી રહ્યો છે. માલ પડી રહ્યો છે. કેટલાક વેપારીને તો ક્યારેક બોણી પણ થતી નથી.

વેપારીઓનું કહેવું છે કે lockdownખુલવા છતાં પણ હજુ એટલા ગ્રાહકો આવતા નથી  અમદાવાદમાં એસટી બસો બંધ હોવાને કારણે આર્થિક સંકળામણ તેમજ કોરોનાના ડરને પગલે ધંધા પર અસર થઈ હોવાનું વેપારીઓનું માનવું છે. વેપારીઓનું માનીએ તો આગામી દિવસોમાં શ્રાવણના તહેવારો શરૂ થતા થોડો ઘણો ધંધો થશે એવું લાગી રહ્યું છે. અગાઉ ગોધરાકાંડ વખતે માર્કેટના વેપારીઓને અસર થઇ હતી અને હવે કોરોનાને કારણે માર્કેટના વેપારીઓના ધંધા પર અસર થઇ છે ત્યારે તેઓ ઝડપથી પહેલા જેવા ગ્રાહકો આવે એવું ઇચ્છી રહ્યા છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!