GSTV

Video: Lockdownના કારણે શિલ્પાના થયા આવા હાલ, લગાવવું પડી રહ્યું છે ઝાડુ

lockdown

કોરોના (Corona) વાયરસથી દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. બધાએ આ ખતરનાક વાયરસથી બચવા માટે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે. બોલિવુડ સેલેબ્સ લોક ડાઉન(Lockdown)ના કારણે પોત પોતાના ઘરોમાં કેદ છે અને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઈ રહ્યા છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પણ તે સ્ટાર્સમાંથી એક છે. શિલ્પા સોશિયલ મડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગાર્ડનની સફાઈ કરતી જોવા મળી રહી છે.

શિલ્પાએ ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે શિલ્પા પોતાના ગાર્ડનને સાફ કરી રહી છે અને તે પહેલા ઝાડુ લગાવતી જોવા મળી રહી છે અને બાદમાં તે ઝાડને પાણી આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં શિલ્પાએ એક સંદેશ આપ્યો છે જે તેણે પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે.

તેણે કેપ્શનમાં લખ્યું છે- પાછલા અમુક દિવસોથી મારા ગાર્ડનની સફાઈ કરી રહી છું. આ ઘડીમાં હું એવું અનુભવિ રહી છું કે તમે જે લોકો પાસેથી કામ લો છો તેમના કામની સરાહના કરવી જોઈએ. જાણતા અજાણતા ભલે આપણને ખબર ન રહે પરંતુ હાઉસ હેલ્પ સ્ટાફના કારણે આપણું બધુ જ કામ કેટલું સરળ થઈ જાય છે.

લોકોને શિલ્પાએ કરી આ અપીલ

પરંતુ અફસોસ એ વાતનો છે કે આપણને આ બધી જ વાતો સંકટના સમયમાં જ ધ્યાનમાં આવે છે. આજે દરેક એ વ્યક્તિને ધન્યવાદ કહેવા માંગુ છું જેમણે મારા જીવનને ખૂબ સરળ બનાવ્યું છે. તે જ લોકોના કારણે અમે બહાર નિકળી શકીએ છીએ અને પોતાના સપના પુરા કરી શકીએ છીએ. હવે બધુ જ પહેલાની જેમ જ નોર્મલ થઈ જાય ત્યારે મારૂ લોકોને નિવેદન છે કે પોતાનો ઘરોમાં કામ કરી રહેલા વર્કર્સના મહત્વને સમજે અને તેમની પ્રસંશા કરે.

Read Also

Related posts

ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ

Pravin Makwana

શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી

Mansi Patel

વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!