GSTV
News World ટોપ સ્ટોરી

હાહાકાર/ ચીનમાં લોકડાઉનનો વિરોધ, સરકાર વિરુદ્ધ બારીમાંથી ચીસો પાડી રહ્યા છે ભુખા-તરસ્યા લોકો

કોવિડ-19 મહામારીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે જેમાં ચીનની ‘શૂન્ય કોવિડ’ કેસોની નીતિ સવાલના ઘેરામાં છે. શાંઘાઈમાં કોરોના અને સરકારની સખ્તી છતાં હાહાકાર છે. 2.6 કરોડની આબાદી વાળુ આ શહેર જેને ચીનની રાજધાની કહેવાય છે, ત્યાં આજે લોકો ભોજન માટે તરસી રહ્યા છે. સરકાર તરફથી લોકડાઉનમાં ઢીલ આપવાની કોઈ ઉમ્મીદ દેખાઈ રહી નથી.

શાંઘાઈના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેવી રીતે ભોજન, પાણી અને દવા વિના પરેશાન છે. ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે લોકો તેમની બાલ્કનીઓ અને બારીઓમાંથી ડોકિયું કરતા જોવા મળે છે. ગુસ્સામાં તેઓ બારીઓમાંથી ચીસો પાડીને સરકાર સામે વિરોધ કરે છે. જ્યારે લોકોએ બારીઓમાંથી બૂમો પાડીને વિરોધ કર્યો, ત્યારે સરકારે પણ એમ કહીને જવાબ આપ્યો કે તેમણે સ્વતંત્રાની ઈચ્છા દબાવી દેવી જોઈએ.

પ્રશાસને લોકો પર નજર રાખવા માટે ડ્રોન તૈનાત કર્યા છે. આ ઉપરાંત લોકોને સંદેશો પહોંચાડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે લોકોએ પોતાની બારી ખોલવી જોઈએ નહીં, તેના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે. દરમિયાન, શાંઘાઈ શહેરમાં લગભગ 11 હજાર દર્દીઓ સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. શાંઘાઈ પબ્લિક હેલ્થ કમિશનના વરિષ્ઠ અધિકારી વુ કિયાન્યુએ રવિવારે મીડિયાને જણાવ્યું કે દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે અને તેઓ વધુ નિયંત્રણમાં રહેશે નહીં. હોંગકોંગથી પ્રકાશિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે તેના સમાચારમાં જણાવ્યું હતું કે આ પ્રદેશના સંબંધિત અધિકારીઓ દર્દીઓને ઘરે જવાની મંજૂરી આપશે અને અધિકારીઓ તેમના સ્વાસ્થ્ય (ઘર અલગતા દરમિયાન) પર નજર રાખશે.

સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 હજાર દર્દીઓને રજા આપવામાં આવી છે. પરંતુ રવિવારે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી માટે અસ્વસ્થતા હતી કારણ કે શાંઘાઈમાં એક દિવસમાં 24,944 નવા કેસ નોંધાયા હતા, જે સતત નવમા દિવસે નવો રેકોર્ડ છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબાર અનુસાર, ચીનની વ્યાપારી અને આર્થિક રાજધાની શાંઘાઈમાં મહામારીની વર્તમાન લહેર દરમિયાન અત્યાર સુધીમાં સંક્રમણના 1,79,000 કેસ નોંધાયા છે.

Read Also

Related posts

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL

‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ

Padma Patel

‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા

Kaushal Pancholi
GSTV