GSTV

લોકડાઉન બાદ લોકો બચતના નાણાં વાપરવા મજબૂર, રાજ્યનાં લાખો લોકો મંદીના વમણમાં

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશમાં આર્થિક સંકટની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.લોકડાઉન બાદ ધંધા રોજગાર ભાંગી પડયાં છે. કેટલાંક કંપનીઓએ 15થી 35 ટકા સુધીનો પગારકાપ મૂક્યો છે.કેટલીંય કંપનીઓએએ કર્મચારીઓને છૂટા કરી દીધાં છે ત્યારે નાગરિકો પોતાના બચતના નાણાં વાપરવા મજબુર બન્યા છે. ગુજરાતમાં 8 લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા છે.

ગુજરાતમાં 8 લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા

ગુજરાતમાં 8 લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા

ગુજરાતમાં કોરોનાને કારણે સામાન્ય વર્ગ તો મંદીના પિસાયો જ છે પણ સાથે સાથે મધ્યમ વર્ગના કેટલાંય લોકોને તો નોકરીમાંથી છુટા કરી દેવાયા છે તો ઘણાંને પગારકાપમો સામનો કરવો પડયો છે. આ સ્થિતીમાં મધ્યમ વર્ગ આર્થિક સંકડામણનો ભોગ બન્યો છે. ધંધા રોજગાર વિના કારમી મોંઘવારીમાં ઘરનું ભરણ પોષણ કરવુ દોહ્યલુ બન્યુ છે ત્યારે નાછુટકે લોકો પોતાની બચતના નાણાં વાપરવા મજબુર બન્યા છે. બેકાબુ મોંધવારી,ભાજપની આર્થિક અણઘડ નીતિની આકરી ટીકા કરતાં કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે, નોટબંદી અને જીએસટીની મારને પગલે અર્થતંત્ર પર પડેલા ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને લીધે દેશના કરોડો નાગરિકો સામે આર્થિક સંકટની સ્થિતી ઉભરી છે.સીએમઆઇએના એક રિપોર્ટ મુજબ , દેશમાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ રોજગાર ગુમાવી રહ્યો છે.

વૈશ્વિક મહામારી કોરોનાને લીધે દેશના કરોડો નાગરિકો સામે આર્થિક સંકટની સ્થિતી ઉભરી

ગુજરાતમાં ય મોટાભાગની કંપનીઓએ 15 થી માંડીને 35 ટકા સુધીનો પગારકાપ મૂક્યો છે જેના કારણે નાગરિકો જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.ગુજરાતમાં અસહ્ય આર્થિક સંકડામણને કારણે 8 લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા છે.એ જ પ્રમાણે , છેલ્લા એકાદ અઠવાડિયાથી 1 લાખથી વધુ લોકોએ નિવૃતિ બચત ફંડના નાણાં ઉપાડી લીધા છે અને ઘરનું ભરણ પોષણ કરી રહ્યાં છે. એમ્પ્લોયીઇઝ પ્રોવિડન્ડ ફંડમાંથી પૈસા લેવાની આખરી તારીખ 30 જૂન,2020 હતી. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 8 લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડમાંથી નાણાં ઉપાડી લીધા છે.

ગુજરાતમાં ય મોટાભાગની કંપનીઓએ 15 થી માંડીને 35 ટકા સુધીનો પગારકાપ મૂક્યો

જાણકારોનું કહેવુ છેકે, જો આવી ગંભીર આર્થિક સ્થિતી રહી તો , આગામી દિવસોમાં ગુજરાતમાંથી હજુય 20 લાખ લોકાએે પ્રોવિડન્ડ ફંડમાંથી નાણાં ઉપાડી લેશે.જે રીતે પ્રોવિડન્ડ ફંડમાં નાણાં ઉપાડવાનામાં આવી રહયાં છે તે આંકડો આઘાતજનક છે.ભાજપ સરકારની અણઘડ નીતિને કારણે અનલોક પછી ય લોકોના ધંધા રોજગાર શરૂ થઇ શક્યાં નથી.

READ ALSO

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!